ગુજરાત

ચૂંટણી વહેલી થવાના સંકેત?: ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાને બે માસનું એકસ્ટેશન : ચૂંટણી સાથે સંબંધ!

ગુજરાતમાં એક તરફ વહેલી ચૂંટણીની ચર્ચા શરુ થઇ ગઇ છે તે વચ્ચે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાને બે માસનું એકસ્ટેશન અપાતા તે પણ સૂચક હોવાનું મનાય છે. ભાટીયા આગામી મે માસમાં નિવૃત થઇ રહ્યા છે અને તેમને એક્સ્ટેશનનો નિર્ણય લેવા માટે હજુ ઘણો સમય હતો તેમ છતાં રાજ્ય સરકારે તાત્કાલીક નિર્ણય લઇ લીધો છે અને હવે તેઓ જુલાઈ માસ સુધી રાજ્યના પોલીસ વડા તરીકે રહેશે. ગુજરાતમાં જો સમયસર ચૂંટણી થવાની હોય તો ભાટીયાને એકસ્ટેશન આપવા અંગેનો નિર્ણય શા માટે લેવાયો તે પણ પ્રશ્ન છે કારણ કે ડીસેમ્બરમાં ચૂંટણી ને જુલાઇ પછી પણ છ માસની વાર છે અને જો ભાટીયાને જુલાઇમાં નિવૃત થવાનું હોય તો તેમના સ્થાને અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રાજ્યના નવા પોલીસ વડા બની શકે છે પરંતુ બે માસનું એકસ્ટેશન પણ સૂચક છે અને તેથી હવે વહેલી ચૂંટણીની ચર્ચાને પણ બળ મળ્યું છે અને તે પણ માર્ચ માસના અંતમાં નિર્ણય લેવાયો તે સૂચક છે. સામાન્ય રીતે અધિકારીઓ નિવૃત થતાં હોય તેમના ચાર-દિવસ અગાઉ એક્સસ્ટેશન મળતું હોય તે જો કે ભાટીયા માટે વહેલું એક્સ્ટેશન પણ સૂચક બની ગયું છે.

Related Posts