અધિક જિલ્લા કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષસ્થાને ચૂંટણી સંચાલન સરળ અને અસરકારક રીતે થાય તે માટે બેઠક યોજાઇ હતી. સમગ્ર બેઠકનું સંચાલન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વી. આર. પટણીએ કર્યુ હતુ. અધિક જિલ્લા કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાએ જણાવ્યુ કે, ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસરીને વધુ સારી રીતે ચોકસાઈપૂર્વક કામગીરી કરી શકાય. ચૂંટણી કામગીરીને ધ્યાને લઇ તણાવ નહિ પરંતુ યોગ્ય અને પદ્ધતિસર રીતે કામ કરવાનું રહે છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવામાં આવે તો ચૂંટણી ફરજ વધુ સારી રીતે બજાવી શકાય છે. ચૂંટણી કામગીરીને પર્વ તરીકે જોવામાં આવે તો આ કામગીરી વધુ સરળ અને અસરકારક રીતે થઈ શકશે. કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી વસ્તાણી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી લલિત અમીન, નાયબ માહિતી નિયામકશ્રી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ટાંક, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, માર્ગ અને મકાન નાયબ ઇજનેરશ્રી, એન.આઇ.સી.ડી.આઇ.ઓ રવિ ગુપ્તા, આઇ સી ટી અધિકારી અને ચૂંટણી શાખાના કર્મચારીશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણી સંચાલન સરળ અને અસરકારક રીતે થાય તે માટે નોડલ અધિકારીઓની બેઠક અમરેલી ખાતે યોજાઇ

Recent Comments