અમરેલી

ચેકડેમમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં આઠ મેડલ મેળવતા મોટી પાણીયાળી કેન્દ્રવતી શાળાના બાળકો

     શાળાકીય રમતોત્સવની ભાવનગર ગ્રામ્ય ની જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા ભાવનગર મહાનગરપાલિકાના સ્વિમિંગ પૂલ ખાતે તારીખ:૪/૯/૨૦૨૩ ના રોજ યોજવામાં આવેલ ,જેમાં મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રી બી.એ .વાળા ના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ 1 થી 3 માં 8 મેડલ મેળવ્યા હતા બાળકોના મેનેજર તરીકે શાળાના શિક્ષક કરમશીભાઈ ખસિયાએ કામગીરી કરી હતી. જિલ્લા કક્ષાએ 8 મેડલ મેળવતા તમામ બાળકોને સમગ્ર શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે

Related Posts