fbpx
સૌરાષ્ટ - કચ્છ

ચેકડેમ મુદ્દે રાજકોટ ભારતીય કિસાન સંઘે કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કર્યો

સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ગત વર્ષે ચેકડેમ ઊંડા ઉતારવાનું કામ કરનાર લોકોને હજી સુધી સરકારે ચૂકવણું કર્યું નથી તેવો આક્ષેપ રાજકોટ ભારતીય કિસાન સંઘે કર્યો છે. આજે કિસાન સંઘે બેનર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર પાઠવ્યું હતું. કિસાન સંઘની માગણી છે કે, વહેલી તકે ચૂકવણું સરકાર દ્વારા કરવામાં આવે અને ચાલુ વર્ષે વધુ વધુમાં ચેકડેમ ઊંડા કરવામાં આવે.


કિસાન સંઘે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અલગ અલગ વિભાગના કારણે ડેમ ક્યાં વિભાગનો છે તે શોધવામાં જ મહિનાઓ નીકળી જાય છે અને અધિકારીઓ કારણ વગરના સમય અને ડીઝલનો વ્યય કરે છે. આવા પાણી બચાવાનાના અગત્યના કામમાં ૬૦૪૦ની યોજના કરીને સરકાર ચેકડેમના કામ કરવામાં કોઈ પણ પ્રકારની ધગશ દાખવતી નથી તે સાબિત થાય છે. સરકારી અને ખોદકામના ભાવના પ્રમાણ કરતા સુજલામ-સુફલામમાં માત્ર ૩૦ રૂપિયા ઘનમીટરનો ભાવ આપીને સરકારને આ કામ કોઈ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે તેમા આંનદ છે. રાજકોટ જિલ્લામાં ૫૯૬ ગામના સરેરાશ દર વર્ષે ગામ દિઠ ૧ પણ ચેકડેમ રિપેર તેમજ ઊંડું થાતું નથી.

Follow Me:

Related Posts