અમરેલી

ચેક રીટર્નના કેસમાં ૨ વર્ષ ની સજાનો તથા ચેકની રકમની દોઢી રકમ ફરીયાદી મંડળીને ચુકવવાનો હુકમ ફરમાવતી સેકન્ડ જો.જયુડી.મેજી.(ફ.ક.) કોર્ટ અમરેલી

ફરીયાદી તર્ફે અમરેલીના જાણીતા વકીલશ્રી ધર્મેશ એચ. પંડયાની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહય રાખી આરોપીને સજા કરીધમેરાભાઈનો કોટો. આ કામે આરોપી કીશોરસીંહ દાનસીહ પરમાર નાઓએ, અમરેલીની શ્રી સંઘાણી શરાફી સહકારી મળંડળી અમરેલી માંથી રૂા.એક લાખની લોન લઈ પરત ન ભરતા ફરીયાદી મંડળી દવાર બાકી રકમની ઉઘરાણી કરતા જે બાકી રકમનો રૂ।.૧,૨૦,૦૦૦/- નો ચેક આપેલ જે ચેક બેન્કમાંથી પાસ થયા વગર પરત ફરતા જે અંગે મડળીના શ્રી ભરતભાઈ શીંગાળાએ આરોપી વિરૂધ્ધ નામ. ચીફ કોર્ટ અમરેલીમાં ચેક રીટર્ન થયાનો કેસ દાખલ કરેલ જે કેસમાં પુરાવાના અંતે નામદાર સેકન્ડ જો.જયુ.મેજી.(ફ.ક.) કોર્ટ અમરેલી ના જજશ્રી ડી.બી.ગઢવી સાહેબ દવારા આરોપીને ૨ વર્ષની સજા ભોગવવાનો તથા ચેકની રકમ રૂા.૧,૨૦,૦૦૦/- ની દોઢી રકમ રૂા.૧,૮૦,૦૦૦/– ફરીયાદીને પરત ચુકવી આપવાનો આદેશ કરેલ છે આ કેસમાં ફરીયાદી શ્રી સંઘાણી શરાફી સહકારી મળંડળી તર્ફે અમરેલીના જાણીતા એડવોકેટ શ્રી ધર્મેશ એચ. પંડયા રોકાયેલ હતા જેઓની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહય રાખી આરોપીને સજા ફરમાવતો ચુકાદો જાહેર કરેલ છે.

Related Posts