ગુજરાત

ચેખલા પાસે ટ્રકમાં કટ્ટા નીચે સંતાડેલો રૂ.૧૨.૮૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અમીરગઢ વિસ્તારમાં એલસીબી પેટ્રોલીંગમાં હતી. ત્યારે રાજસ્થાનથી ગુજરાત બોર્ડરમાં થઇ પાલનપુર તરફ એક ટ્રક ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂ લઇ આવી રહ્યાની બાતમી મળી હતી. ચેખલા ગામના પાટીયા પાસે ટ્રકને રોકાવી તપાસ કરતાં ચોખાના કટ્ટા નીચેથી રૂ.૧૨.૮૭ લાખના દારૂ સાથે ટ્રક ચાલકને ઝડપી કાર્યવાહી કરી હતી. બનાસકાંઠા એલસીબી પીઆઇ એસ.ડી.ધોબીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.ભટ્ટ, પી.એલ.આહીર સ્ટાફ સાથે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

ટ્રક ટીએન-૪૮-કે-૬૮૩૧ને રોકાવી ઉપરના ભાગે ચોખાના કટ્ટા અને તેના નીચે વિદેશી દારૂ ભરેલ હોવાથી પોલીસે વિદેશી દારૂની પેટી નંગ-૨૮૬, બોટલ નંગ-૩૪૩૨ કિંમત રૂ.૧૨,૮૭,૦૦૦ કબજે કરવામાં આવ્યો હતો. રોકડ રૂ.૪૧૮૦, મોબાઇલ નંગ-૦૧ રૂ.૫૦૦૦, ટ્રક રૂ.૧૦,૦૦,૦૦૦, કટ્ટા નંગ-૨૨૦ કિંમત રૂ.૯૧,૩૦૦ મળી કુલ રૂ.૨૩,૮૭,૪૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચાલક ધર્મેન્દ્રકુમાર મોટારામ લેધા (જાટ) (રહે.કરડાલી નાડી, તા.સીણદરી,જિ.બાડમેર-રાજસ્થાન)ને ઝડપી જથ્થો મોકલનાર નરેન્દ્ર દેવાસી (રહે.જાલોર-રાજસ્થાન) સામે ગુનો નોંધાયો હતો.

Related Posts