બોલિવૂડ

ચેટ શો કોફી વિથ કરણની સીઝનમાં આદિત્ય અને અર્જુનને તેમના કેટલાક રહસ્યો ખોલ્યા

કરણ જાેહરના પ્રખ્યાત ચેટ શો કોફી વિથ કરણની આ સીઝનમાં આદિત્ય રોય કપૂર અને અર્જુન કપૂર મહેમાન બનીને આવવાના છે. કરણ જાેહર આ અઠવાડિયે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આદિત્ય અને અર્જુનને તેમના કેટલાક રહસ્યો જે લોકો નથી જાણતા તેને પૂછતો જાેવા મળશે. ત્યારે આ શોનો પ્રોમો સામે આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે આ એપિસોડમાં પણ ઘણા મોટા રહસ્યો સામે આવવાના છે..

ડિઝની પ્લસ હોટસ્ટારે સોમવારે નવા એપિસોડની ઝલક શેર કરી છે. આ પ્રોમોમાં આદિત્ય અને અર્જુન કરણના શોમાં એન્ટ્રી કરી રહ્યા છે. જાેકે બાદમાં બન્ને ખૂબ જ મસ્તી કરતા જાેવા મળે છે. આ દરમિયાન કરણ જાેહર આદિત્ય રોય કપૂરને અનન્યા પાંડે સાથેની ડેટિંગને લઈને પ્રશ્ન કરે છે , જેનો જવાબ દરેક લોકો જાણવા માંગે છે. જાેકે, આદિત્યએ કરણ જાેહરના જવાબને ટિ્‌વસ્ટ કર્યો.. કરણ જાેહર આ પ્રોમોમાં આદિત્યને પુછી રહ્યો છે કે , “અફવા છે કે તમે અનન્યા પાંડેને ડેટ કરી રહ્યા છો?” આના પર આદિત્ય રોય કપૂર કહે છે,

“મને કોઈ સિક્રેટ ન પૂછો, પછી હું તમને કોઈ જૂઠ્ઠુ પણ નહીં બોલી શકુ.” એટલે કે, આદિત્યએ ડેટિંગના સમાચારનો સીધો જવાબ નથી આપ્યો, પરંતુ તેણે તેના જવાબમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે તેની પર્સનલ વાતનો જવાબ આપવા માંગતો નથી.. કરણે આ દરમિયાન અર્જુન કપૂરને પણ કેટલાક પ્રશ્નો પુછ્યા છે જેમાં પણ પોતાના જવાબથી અર્જુન બધાને ચોંકાવતો જાેવા મળી રહ્યો છે . કરણ જાેહરે પૂછ્યું કે જાે તમે અનન્યા પાંડે કે શ્રદ્ધા કપૂર સાથે લિફ્ટમાં ફસાઈ જાઓ તો તમે શું કરશો? આ અંગે અર્જુન કપૂર કહે છે, “આશિકી તો જરુર કરતો હું,

પણ કોની સાથે તે નથી ખબર.” જાેકે અર્જુનના આ જવાબ પર આદિત્ય રોય કપૂર હૈરાન થઈ જાય છે ત્યારે અર્જુન કહે છે કે તે માત્ર મજાક કરી રહ્યો છે.. તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના રોમાંસની છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચા થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં બંનેની ઘણી તસવીરો એક સાથે આવી છે, જે વાયરલ થઈ છે. આટલું જ નહીં બંને સ્ટાર્સ વેકેશનમાં પણ સાથે જાેવા મળ્યા હતા. ઘણા પ્રસંગોએ સાથે જાેવા મળ્યા હોવા છતાં બંનેએ તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી.

Related Posts