રાષ્ટ્રીય

ચેન્નાઈ એરપોર્ટ પર મલેશિયાથી આવેલી મહિલાની બેગમાંથી સાપ નીકળતા અધિકારીઓ ચોંક્યા

મહિલા મુસાફરની બેગમાંથી અલગ-અલગ પ્રજાતિના ઓછામાં ઓછા ૨૨ સાપ અને કાચંડાઓ મળી આવતાં ચેન્નાઈ એરપોર્ટ પર સત્તાવાળાઓ ચોંકી ઉઠ્‌યા હતા. મહિલા મુસાફર શુક્રવારે મલેશિયાથી ચેન્નાઈ આવી હતી. એરપોર્ટ પરથી વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, અધિકારીઓ લાંબા સળિયાનો ઉપયોગ કરીને સાપને બહાર કાઢી રહ્યા છે. જ્યારે કેટલાક પોતે બેગમાંથી બહાર નીકળીને જમીન પર ચાલવા લાગ્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ જણાવ્યા અનુસાર જણાવીએ તો, મહિલાની કુઆલાલંપુરથી આવ્યા બાદ કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી. ચેન્નાઈ કસ્ટમ વિભાગે ટ્‌વીટ કર્યું છે કે, ‘૨૮.૦૪.૨૩ના રોજ ફ્લાઇટ નંબર છદ્ભ૧૩ દ્વારા કુઆલાલંપુરથી પહોંચેલી એક મહિલા પેસેન્જરને કસ્ટમ વિભાગે રોકી હતી. તેમના સામાનની તપાસ કરતાં વિવિધ પ્રજાતિના ૨૨ સાપ અને એક કાચંડો મળી આવ્યો હતો. ત્યારબાદ, કસ્ટમ્સ વિભાગે એક્ટ ૧૯૬૨ િ/ુ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, ૧૯૭૨ હેઠળ કેસ નોંધ્યો અને મહિલાની ધરપકડ કરી. અગાઉ જાન્યુઆરીમાં આવી જ એક ઘટનામાં, ચેન્નાઈ એરપોર્ટના કસ્ટમ્સ વિભાગે ૪૫ બોલ અજગર, ત્રણ માર્મોસેટ્‌સ, ત્રણ સ્ટાર કાચબો અને આઠ કોર્ન સાપ મેળવ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું.

કસ્ટમ અધિકારીના જણાવ્યા અનુસાર, ૧૧ જાન્યુઆરીના રોજ, બેંગકોકથી આવેલા પેક્સના બેગેજ ક્લેમ બેલ્ટની પાસે મળી આવેલી બે દાવા વગરની બેગમાંથી ૪૫ બોલ અજગર, ત્રણ માર્મોસેટ્‌સ, ત્રણ સ્ટાર કાચબો અને આઠ કોર્ન સાપ મળી આવ્યા હતા. ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરી કરાયેલા વિદેશી પ્રજાતિના સાપ અથવા અન્ય સરિસૃપ પકડવાના ઘણા કિસ્સાઓ બન્યા છે. તમિલનાડુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક વખત વિદેશી પ્રજાતિઓના સરિસૃપની દેશમાં દાણચોરી કરવામાં આવે છે, ત્યારે ગ્રે માર્કેટમાં તેઓની ખૂબ ઊંચી કિંમત મળે છે. જે દક્ષિણ ભારતમાં અન્ય સ્થળોએ દાણચોરી કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં આ પ્રજાતિઓને દિલ્હી, જયપુર અને લખનૌ જેવા ઉત્તર ભારતીય રાજ્યોમાં પણ લઈ જવામાં આવે છે.

Related Posts