fbpx
અમરેલી

ચેમ્બર ઓફ કોમર્સ સાવરકુંડલાના પ્રમુખ મહેશભાઈ મશરૂની આગામી તહેવારો ને અનુલક્ષીને લોકોનેઓનલાઇન ને બદલે લોકલ માર્કેટમાંથી ખરીદી કરવા અપીલ

હાલમાં જ્યારે તહેવારોની સીઝન ચાલુ થઈ છે અને આગામી તહેવારો જેમ કે નવરાત્રી, દશેરા, દિવાળી, દેવ દિવાળી માં દરેક લોકોના ઘરમાં કોઈને કોઈ ખરીદી કરવાની જ હોય છે. ત્યારે પરિવારની ખરીદી ઓનલાઈન કે મોલમાંથી કરવાને બદલે નજીકની દુકાન અથવા બજારમાં કરવી જોઈએ. અત્યારે એવી માન્યતા થઈ ગઈ છે કે ઓનલાઈન અને મોલમાં જ બધું સસ્તું મળે પણ ખરેખર એવું નથી હોતું. એક વખત બજારમાં કરીને ખાતરી પણ કરી શકો છો. બની શકે કે  ઓનલાઈન થી પણ સસ્તું અને સારું મળી શકે છે.

અને દરેક તહેવારની રોનક લોકલ દુકાનદાર કે લોકલ માર્કેટમાં ખરીદી કરવાથી જ આવે છે. કોઈપણ તહેવાર હોય છે ત્યારે ફાળો થી માંડીને દરેક વસ્તુ લોકલ દુકાનદાર જ આપે છે. લોકલ માર્કેટમાં આપ જોઈને, પહેરીને, માપીને, ચેક કરીને, વસ્તુઓ લઈ શકો છો. જે ઓનલાઇન પ્લેટફોર્મ નથી આપતું. અત્યારે આપ લોકોએ દરેક વેપારીના મોઢે સાંભળ્યું હશે કે માર્કેટમાં મંદી છે પણ મંદીના કારણો પણ આપણે જ છીએ.. ઓનલાઈન અને મોલ કલ્ચર ના મોહ ના લીધે આપણે બિનજરૂરી વસ્તુ પણ મંગાવી લઈએ છીએ.  લોકલ માર્કેટમાંથી ખરીદી ની પહેલ ઘણો બદલાવ લાવી શકે એમ છે. આપ અને આપના પરિવાર સાથે મળીને ઓનલાઈન નો બહિષ્કાર કરી લોકલ માર્કેટ ધમધમતી કરી શકો છો. એમ ચેમ્બર ઓફ કોમર્સ સાવરકુંડલાના પ્રમુખ મહેશભાઈ મશરૂએ લોકોને અપીલ કરીને જણાવ્યું હતું.

Follow Me:

Related Posts