તાજેતરમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે શ્રી ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા બાળ રમતોત્સવ ‘સ્પોર્ટ્સ મીટ ૨૦૨૩’નુ સુંદર આયોજન સંપન્ન થયું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસ સાહેબના આયોજન અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ મીટ કાર્યક્રમ યોજાયેલ. જેમાં તાલુકા કક્ષાએ વિવિધ રમતોમાં વિજેતા થયેલ બાળકો જિલ્લા કક્ષાએ રમેલ. જેમાં શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી કુ.દિશા મહેશભાઇ મકવાણા બહેનોની ચેસ સ્પર્ધામાં જિલ્લા ચેમ્પિયન બનેલ. આથી શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવારે કુ. દિશા મકવાણાને ચેસ સ્પર્ધામાં વિજેતા થવા બદલ અભિનંદન પાઠવી સન્માન કરેલ.
ચેસ સ્પર્ધામાં જિલ્લા ચેમ્પિયન ફરિયાદકા ગામની દિશા મકવાણા


















Recent Comments