હાલમાં ચૈત્રી નોરતા શરૂ છે ત્યાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસમાં એક ટાઇમ જમીને બીજા સમયે ફરાળ કરતા હોય છે. આમ, તમારા ઘરમાં પણ કોઇ ઉપવાસ કરે છે તો તમે આ ફરાળી ઢોકળા બનાવી શકો છો. આ ઢોકળા ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. તો નોંધી લો તમે પણ રેસિપી…
સામગ્રી
1 કપ મૌરયો
પા કપ સાબુદાણા
આદુ મરચાની પેસ્ટ
સ્વાદમુજબ સિંધાણું મીઠું
પા ચમચી સોડા
સમારેલા લીલા મરચા
એક ચમચી તલ
તેલ
લાલ મરચાનું ભુકો
મરીનો ભુકો
જીરું
ખાંડ
જરૂર મુજબ પાણી
દહીં
બનાવવાની રીત
- ફરાળી ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં મૌરયાનો અને સાબુદાણાનો લોટ લો.
- આ લોટમાં ફરાળી મીઠું, આદુ મરચાની પેસ્ટ અને એક ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી લો.
- હવે આ લોટમાં જરૂર મુજબ પાણી એડ કરીને ઢોકળા જેવું મિશ્રણ તૈયાર કરો.
- હવે આ લોટને 20 મિનિટ માટે સાઇડમાં મુકી દો.
- ઢોકળીયાના કુકરમાં નીચે પાણી મુકો અને ગરમ થવા દો.
- ઢોકળાના મિશ્રણમાં ઇનો નાંખો અને બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ ઢોકળયાની પ્લેટમાં નીચે તેલથી ગ્રીસ કરી લો અને ઢોકળાનું ખીરું પાથરો.
- ખીરું નાંખ્યા પછી ઢાંકી દો અને પંદરથી વીસ મિનિટ સુધી થવા દો.
- હવે ઢોકળાને ચેક કરી લો કે થઇ ગયા છે કે નહિં, જો તમને કાચા લાગે તો ફરી 5 મિનિટ માટે થવા દો.
- તો તૈયાર છે ફરાળી ઢોકળા.
- આ ઢોકળાને વઘારવા માટે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
- આ તેલમાં તલ, જીરું અને લીલા મરચાંના ટુકડા નાંખો.
- હવે આ વઘારને ઢોકળાની ફરતે નાંખો.
- તો આ તૈયાર ફરાળી ઢોકળાને ગરમા ગરમ પીરસો.
Recent Comments