નવરાત્રિ એટલે માં અંબાની આસ્થા સાથે આરાધના કરવાનો અવસર. નવ દિવસ દરમિયાન દેવીના અલગ-અલગ રૂપની આરાધના કરવામાં આવે છે. માનવામાં આવે છે કે જો તમે નવલાં નોરતામાં આ ઉપાયો કરો છો તમારા ઘરમાં સુખ-સમુદ્ધિ આવે છે અને સાથે નાણાકીય તકલીફ દૂર થાય છે. તો જાણો તમે પણ આ ઉપાયો વિશે.
- નવરાત્રિમાં તમે ખાસ કરીને ચોથા અને આઠમાં નોરતે અચુક ઉપવાસ કરો. આ દિવસે ઉપવાસ કરવાથી મા ભગવતીની વિશેષ કૃપા મળે છે અને સાથે ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જો તમારા ઘરમાં બીમારી બહુ રહે છે તો તમારે ભૂલ્યા વગર આ બે ઉપવાસ કરવા જોઇએ.
- નવરાત્રિમાં નવ દિવસ ઘરના મંદિરમાં ભગવાનને ફૂલોથી સજાવો અને પછી પૂજા-પાઠ કરો.
- તમારા ઘરમાં નાણાંકીય તકલીફ બહુ પડે છે તો તમે નવ દિવસ સુધી માતજીના નામની અખંડ જ્યોત પ્રગટાવો. આ સાથે જ સવારના અને સાંજના સંધ્યા સમયે પૂજા કરો. આમ કરવાથી તમારી અનેક સમસ્યાઓ દૂર થાય છે અને તમને માનસિક શાંતિ મળે છે.
- નવરાત્રિના નવ દિવસ તમે મા દૂર્ગાના સપ્તશતિનો પાઠ કરો. આ પાઠ કરવાથી તમારી અનેક ઇચ્છાઓ પૂરી થાય છે અને સાથે તમારા ઘરમાં પ્રગતિ પણ થાય છે.
- આ નવ દિવસમાં બને ત્યાં સુધી કાળા કે સફેદ કપડા પહેરશો નહિં.
- માનવામાં આવે છે કે જ્યારે તમે આ નવ દિવસ પૂજા પાઠ કરો ત્યારે ખાસ કરીને લાલ રંગના વસ્ત્રો પહેરીને કરો. લાલ રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ સાથે જ વ્યક્તિને વિશેષ ઉર્જાની પ્રાપ્તિ થાય છે.
- આ નવ દિવસોમાં અચુક કપાળ પર કંકુનું તિલક કરો.
Recent Comments