ચૈત્રી નોરતામાં તમે પણ ઉપવાસ કરો છો તો આ ફરાળી ચેવડો તમે પણ ઘરે બનાવો. બટાકાનો ફરાળી ચેવડો ટેસ્ટમાં એકદમ મસ્ત લાગે છે. તો જાણો કેવી રીતે બનાવશો ઘરે…
સામગ્રી
2-3 નંગ બટાકા
અધકચરા સમારેલા મરચાં
દળેલી ખાંડ
સ્વાદાનુંસાર મીઠું
તળવા માટે તેલ
શિંગદાણા
ડ્રાયફ્રૂટ્સ
બનાવવાની રીત
- ફરાળી બટાકાનો ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને છોલીને છીણી લો.
- હવે એક બાઉલ લો અને એમાં બટાકાની છીણને 5 મિનિટ સુધી પાણીમાં ડુબાડીને રાખો.
- ત્યારબાદ પાણીમાંથી છીણને કાઢી લો.
- હવે આ છીણને એક પ્લેટમાં આછી-આછી ફેલાવી લો.
- પેપર નેપકિન પર હવે આ છીણ લઇ લો અને એમાંથી વધારાનું પાણી કાઢી લો.
- એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં બટાકાની છીણ નાંખો અને તળી લો.
- છીણ તળાઇ જાય પછી પેપર નેપકીનમાં લઇ લો, જેથી કરીને તેલ બધુ શોષાઇ જાય.
- હવે ગરમ તેલમાં શિંગદાણા અને લીલા મરચાં તળી લો.
- આ તળેલી વસ્તુઓ એક બાઉલમાં લઇ લો.
- મોટા એક બાઉલમાં આ બધી જ વસ્તુઓ લઇ લો અને બરાબર રીતે મિક્સ કરી લો.
- હવે આ બાઉલમાં શિંગદાણા, મરચા, પીસેલી ખાંડ, તળેલા ડ્રાયફ્રૂટ્સ અને સ્વાદાનુંસાર સિંધાલૂણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- તો તૈયાર છે બટાકાનો ક્રિસ્પી ચેવડો.
- આ ચેવડો તમે કોઇ પણ સમયે ખાઇ શકો છો.
- બટાકાની છીણ તળતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે ગેસ ધીમો રાખવાનો છે. જો તમે ફાસ્ટ ગેસે છીણ તળશો તો છીણ કાળી પડી જશે અને ટેસ્ટમાં પણ સારી લાગશે નહિં.
Recent Comments