અમરેલી

ચૈત્ર માસમાં દૈનિયા તપશે કે નહીં? સાવરકુંડલા શહેરના બુધ્ધિજીવીમાં બદલતાં પરિપેક્ષમાં ચર્ચાતો ટોક ઓફ ધ ટાઉન વિષય

સાવરકુંડલા શહેરમાં પર્યાવરણ ક્ષેત્રે થતાં અસાધારણ અને નોંધપાત્ર ફેરફારો  હવે સાવરકુંડલા શહેરના બુધ્ધિજીવીમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. જો કે વાતાવરણમાં આવતાં અણધાર્યા બદલાવ પણ  એક વાતનો સૂર તો પૂરે જ છે કે હવે આપણી પૌરાણિક હવામાનની આગાહી કરવાની પરંપરાઓ બેઅસર ચોક્કસ થઈ શકે છે. ભડલી વાક્યોને આધારે થતી વરસાદની આગાહી પણ હવે બેઅસર થઈ રહી છે. જરૂર તો પર્યાવરણને દૂષિત થતું બચાવવાની છે

અને આ સંદર્ભમાં શક્ય હોય તેટલા  ઓછામાં ઓછા પેટ્રોલ કે ડિઝલ સંચાલિત વાહનોનો ઉપયોગ, પ્લાસ્ટિકના ઝભલા કે પાઉચના  ઉપયોગમાં પણ ઘટાડો કરવો, એ.સી. ફ્રીઝ જેવાં ઈલેકટ્રીક ઉપકરણોનો ઉપયોગ પણ ખૂબ જરૂરી હોય તો જ કરવો, વૃક્ષારોપણ પ્રવૃત્તિને વેગ આપવો, શક્ય હોય ત્યાં સાયકલનો ઉપયોગ કરવો, નોન – ડીસપોઝેબલ ફાયબર ગ્લાસ કે ડીશનો ઉપયોગ ઘટાડીને પણ પર્યાવરણનું જતન કરી શકાય છે..વન્ય વિસ્તારમાં જ્યાં ત્યાં પ્લાસ્ટિક કચરો ન ફેંકવો. હિલ સ્ટેશન અને યાત્રાધામોમાં હવે હેલીકોપ્ટર જેવા વાહનોની સુવિધાઓ પ્રાપ્ત થતી હોય તો પણ તેનો ઉપયોગ ત્યજીને પર્યાવરણનું જતન કરવા નમ્ર પ્રયાસ કરવો.. શક્ય હોય તેટલુ ઓછું પેપર વર્ક કરવું તેના વિકલ્પે ડીઝીટલ હાઈટેક સિસ્ટમનો ઉપયોગ કરવો, જેટલાં પ્રાકૃતિક થશું એટલું હવામાન સંતુલિત રહેશે એ બાબતને પણ મનમાં વણી લેવામાં આવે તો કદાચ દૈનિયા તપે અને તે મુજબ વરસાદ પડવાની સંભાવના સેવાઈ.. બાકી પ્રકૃતિ અને પર્યાવરણનું નિકંદન કાઢી અને ચૈત્રી દૈનિયા મુજબ વરસાદની અપેક્ષા રાખવી એ પણ હવે ધીમે ધીમે મુર્ખાઈ ભર્યું જ ગણાય તો નવાઈ નહી

Related Posts