શાળાના આચાર્ય શ્રી પ્રતિપાલસિંહ ગોહિલ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ , ભૂતપૂર્વ વિધાર્થીઓ , શાળા પરિવાર તેમજ આ શાળામાંથી બદલી કરીને ગયેલ અન્ય શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ચાદર ઓઢાડી સાકર પડો આપીને ભારતીય સંસ્કૃતિ મુજબ કરવામાં આવી હતી સાથે વિધાર્થીઓ દ્વારા તથા શિક્ષક પરિવાર, આચાર્યશ્રી અને પધારેલ મહેમાનોએ શ્રી જયપાલસિંહ ચુડાસમાએ શાળામાં વિતાવેલ યાદ સંસ્મરણો રજૂ કરેલ. અહી શાળા પરિવાર સાથે મહેમાનો અને ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ હતી. તેઓ દ્વારા શાળામાં યાદગીરી રૂપે ૨૫ જેટલા વૃક્ષો અને તમામ શાળાપરિવારને ભગવદ્દ ગીતા અર્પણ કરી અનોખી પહેલ કરી. અંતમાં શાળામાં રાસ ગરબાનું આયોજન કરાયું હતું.
ચોગઠ ખાતે શિક્ષક જયપાલસિંહ ચુડાસમાની સરકારી માધ્યમિક શાળા રેવા ખાતે બદલી થત્તા સન્માન, શુભેચ્છા સાથે વિદાય કાર્યક્રમ યોજાયો



















Recent Comments