ચોટીલાના ભાજપ નેતાના આપઘાત પ્રકરણમાં સ્યુસાઇટ નોટ મળી
ગાંધીનગરના ચિંલોડા છાલા પાસેની હોટલમાં ઝેરી દવા પી ૫૫ વર્ષીય ચોટીલાના ભાજપના નેતા ઝીણાભાઈ દેરવાલિયાના આપઘાત પ્રકરણમાં સ્થાનિક પોલીસને હોટલમાંથી ઝેરી દવાની પડીકી તેમજ સ્યુસાઇડ નોટ મળી આવી હોવાની વિગતો સાપડી રહી છે. ત્યારે સ્યુસાઇડ નોટમાં લાખો રૂપિયાની ઉઘરાણી તેમજ પૂર્વ ભાજપનાં ધારાસભ્યનું નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. જાેકે, નવેક દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્થાનિક પોલીસ તપાસમાં કોઈ ફળદાયી હકીકત બહાર આવવા પણ પામી નથી.
ગાંધીનગરનાં ચિંલોડા છાલા પાસેની હોટલમાં ૫૫ વર્ષીય ઝીણાભાઈ દેરવાલિયાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેઓને મોડી રાત્રે રોહિતભાઈ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ઝીણાભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગરના ચોટીલાનાં ઝીણાભાઈ નાઝાભાઈ દેરવાલિયા નવેક દિવસ અગાઉ ગાંધીનગર આવ્યાં હતાં અને ચિંલોડા પોલીસ મથકની હદમાં આવેલા છાલા પાસેની પલક હોટલમાં રોકાયા હતા. સાંજ પડી ગઈ હોવાથી તેમણે જમવાનો ઓર્ડર આપ્યો હતો. થોડી વાર પછી હોટલનો કર્મચારી તેમને જમવાનું આપવા ગયો હતો. તે વખતે ઝીણાભાઈના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને તેઓ બેભાન અવસ્થામાં જાેવા મળ્યા હતા. જેનાં પગલે તેણે બૂમાબૂમ કરીને હોટલના અન્ય કર્મચારીઓને બોલાવી લીધા હતા.
બાદમાં રોહિતભાઈ તેઓને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા અને બીજા દિવસે તેમનું અવસાન થયું હતું.
Recent Comments