ચોટીલામાં પેટ્રોલપંપના કર્મચારીને છરીના ઘા મારી ચલાવી ૨૦ લાખની લૂંટ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાંથી સનસનીખેજ લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોટીલામાં લૂંટારાઓએ પેટ્રોલપંપના કર્મચારીને નિશાન બનાવ્યો હતો. અને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ૨૦ લાખથી વધુની લૂંટ ચલાવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં રિલાયન્સ પેટ્રોલપંપનો કર્મચારી ઈકો કારમાંથી પેટ્રોલપંપ પર રકમને બેંકમાં જઈ રહ્યો હતો. આ સમયે સ્વિફ્ટ ગાડીમાં આવેલાં લૂંટારાઓએ પૈસા ભરેલી ઈકો કારને ફિલ્મી ઢબે આંતરી હતી. અને ઈકો કારને અટકાવ્યા બાદ લૂંટારાઓએ ઈકો કાર પર ધાડ બોલાવી હતી.
અને પેટ્રોલપંપના કર્મચારી પર છરા વડ઼ે હુમલો કરીને લોહીલુહાણ કરી દેવામાં આવ્યો હતો. લૂંટમાં ઈજાગ્રસ્ત થયેલ કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે ૨૦ લાખથી વધુ રૂપિયાની લૂંટની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને પોલીસે નાકાબંધી કરીને સ્વિફ્ટ ગાડીમાં નાસી છૂટેલ લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિનામ કરવામાં આવ્યા છે.
Recent Comments