સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મફતીયા પરામાં રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકીને છાતીમાં દુખાવો ઉપાડતા તેણીને સૌપ્રથમ ચોટીલા બાદ રાજકોટ લાવતી વેળાએ માલિયાસણ નજીક બેભાન થઈ થઈ ગઈ હતી. બાદમાં તેમને રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેણીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને રેઢો મુકી પિતા પલાયન થઈ ગયો હતો. આ ગોઝારા બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બનાવની વધુ વિગતો મુજબ, ચોટીલાના મફતીયા પરામાં રહેતી દિવ્યા વિપુલભાઈ વ્યાસ નામની ચાર વર્ષ માસુમ બાળકીને પોતાના ઘરે હતી.
ત્યારે છાતીમાં દુઃખાવો ઉપાડતા તેણીને સૌ પ્રથમ ચોટીલાની હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લાવતી અચાનક માલીયાસણ પાસે જ બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં બાળકીના મૃતદેહને લાવતા તેણીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. થોડીવાર બાદ ત્યાંથી પિતા પણ ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ તાકીદે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. અને બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું હતુ. દિવ્યા એક ભાઈ એક બહેનમાં મોટી હતી. અને તેમના પિતા મજૂરી કામ કરે છે.તેમના પિતા પર શંકા જતા હાલ પોલીસે તેની શોધખોળ આદરી છે.
Recent Comments