સૌરાષ્ટ - કચ્છ

ચોટીલામાં સુરેન્દ્રનગરના બે ઈસ્મો ગાંજા સાથે ઝડપાયા

સુરેન્દ્રનગરથી ચોટીલા ડિલિવરી આપવા આવ્યા હોવાની આશંકાઃ ચોટીલામાં છુટક ચરસ ગાંજાનું વેચાણ ચોક્કસ વિસ્તારોમાં પડીકી રૂપે થતું હોવાની બૂમરાડો ઉઠી છે. આ પકડાયેલા બંન્ને શખ્સો ચોટીલા ખાતે આવા છુટક વેચાણ કરતા બુટલેગરને માલ આપવા આવેલ હોવાનું અનુમાન સેવાઇ રહ્યુ છે. જ્યારે તળેટી નજીકનો મફતિયાપરા વિસ્તાર તપાસનાં કેન્દ્ર બિંદુ પર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.ચોટીલા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ચામુંડા તળેટી વિસ્તાર માંથી બે શખ્સોને ૧૧૮૫ ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યા હતા.

આ બંન્ને સામેનાર્કોટીક્સ એક્ટ મુજબ ગુનો નોંધી નાની મોલડી પોલીસે તપાસ હાથ ધરી છે. ચામુંડા તળેટી વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન ભક્તિવન પાસે સુરેન્દ્રનગર દાળમીલ રોડ ઉપરના રહીશ ભરત મહેશભાઇ ત્રિવેદી અને ભરત અશોકભાઈ તલસાણીયા શંકાસ્પદ હાલતમાં ઉભા હતા.

જેની તલાશી લેતા બંન્નેના કબ્જામાં સુકા ગાંજાેનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ચોકીએ લાવી પંચો રૂબરૂ કાર્યવાહી કરી ૧૧૮૫ ગ્રામ સુકા ગાંજાે તેમજ બે મોબાઇલ ફોન મળી રૂ.૧૫,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ નાની મોલડી પીએસઆઇ વાય. એસ. ચુડાસમા ને સોપવામાં આવી છે.આ કાર્યવાહીમાં પીઆઇ આઇ.બી.વલવી, કેતનભાઇ ચાવડા, ઇશ્ચરભાઇ રંગપરા, કમલેશભાઈ, વજાભાઇ સહિત પોલીસ સ્ટાફ જાેડાયો હતો.

Follow Me:

Related Posts