રાજ્યમાં કોરોનાના કેસોને ધ્યાને લઇને હાલ સરકાર દ્વારા તેને રોકવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને લોકડાઉન પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં મંદિરો પણ હાલ દર્શનાર્થીઓ માટે બંધ છે, ત્યારે ચોટીલામાં આવેલા ચામુંડા માતાજીનું મંદિર પણ ચૈત્રી નવરાત્રી સહિત દર્શનાથીઓ માટે ભક્તજનોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તા.૨૦.૫.૨૦૨૧ સુધી બંધ રાખવામાં આવ્યું હતું.
તે આજે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા હવે અનિશ્ચિત મુદત માટે હાલ બંધ રાખવાનો ર્નિણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હતો. અને હવે પછી જ્યારે ચાલુ કરવાનું થશે તેના માટે બે દિવસ અગાઉ ભક્તજનોને જાણ કરવામાં આવશે.અને હાલના સમય દરમિયાન દરરોજ પુજારી દ્વારા પૂજા આરતી કરવામાં આવશે. પણ દર્શનાર્થીઓ માટે મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવેલ છે.
ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે અનિશ્ચિત સમય સુધી બંધ


















Recent Comments