ચોથા માળેથી પટકાયેલી બાળકીનો પ્લાસ્ટિકની ટાંકીએ બચાવ્યો જીવ
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને નવસારીમાં નાસ્તાની લારી ચલાવતા રાહુલ શર્મા અગ્રવાલ કોલેજ પાસે આવેલા બંસરી એપાર્ટમેન્ટના ચોથા માળે રહે છે.ગઈ કાલે રાત્રે ૧૦ થી ૧૧ નાં સમય દરમિયાન માતા પિતા અને બાળકી બેડરૂમમાં બેઠા હતા. તેઓનાં બેડરૂમમાં બેડ બારીને અડીને મૂક્યો હતો. અને બેડ ની બાજુમાં ખુરશી મૂકી હતી. આ દરમિયાન બાળકી ખુરશી પરથી બેડ પર ગઈ હતી અને બેડ પર રમતા રમતા બારીમાંથી નીચે પટકાઇ હતી.
સદનસીબે નીચે સિંટેક્સની ચોરસ ખાલી પાણીની ટાંકી પર પડતાં ઉછળીને બાજુમાં પટકાઈ હતી. પડવાનો અવાજ જાેરથી આવતા આજુ બાજુના લોકો દોડી આવ્યા હતા. અને બાળકીને સારવાર માટે પારસી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
બાળકી સમાયરા હાલ ખતરાથી બહાર છે પણ વધુ સારવાર માટે ત્યાંથી શ્રદ્ધા હોસ્પિટલમાં લઇ જવામાં કહેતા શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. તેમજ બાળકીને માંથાનાં ભાગે ઇજા પહોંચી હતી. તથા જમણા હાથે અને પગે ફ્રેકચર થયું હતું.
બાળકીનો સીટી સ્કેન કરાવતા તે પણ નોર્મલ આવ્યો હતો. તેમ છતાં ડોક્ટરએ હાલ પૂરતી ઓબ્ઝર્વેશન માં રાખી છે. બાળકી સમાયરા હાલ ખતરાથી બહાર છે. પણ પરિવારની વહેલા સારા થવાની પ્રાર્થના કરી રહ્યું છે.
Recent Comments