લોકોએ પોતાના ઘરમાં રહેલા તમામ પાણી ભરેલા પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, ફ્રિજની ટ્રે,પાણીયારાના માટલા નીચે ભરાતું પાણી ને દર બે દિવસે સાફ કરવું. માટલા, કુલર, વાહનના ટાયરો, નાળીયેરની કાચલી,ખાલી ડબ્બા વગેરે જેવા તમામ પાત્રો કે જેમાં મચ્છર ઇંડા મુકે અને પોરા બને તેવા બિનવપરાશી પાત્રોને ઉંધા વાળી અને સલામત સ્થળે મુકવા.પક્ષીકુંજમાંનું પાણી રોજે રોજ સાંજે ખાલી કરી ઉંધુ વાળી દેવુ અને બીજા દિવસે સવારે ફરી ભરવું.સિમેન્ટની પાણી ભરેલ ટાંકીઓ,પશુઓને પાણી પાવા માટે ભરેલ સિમેન્ટના પાત્રોની સપાટીને અઠવાડીયે એક વખત ઘસીને સાફ કરી,સુકવ્યા બાદ ફરી પાણી ભરવું અથવા તેમાં ગપ્પી માછલી મુકવી. ગપ્પી માછલી મેળવવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. આપણા ઘરમાં અઠવાડીયે એક દિવસ સુકો દિવસ-ડ્રાય ડે પાળી મચ્છર ઉત્પતિ અટકાવવી.આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા અને મચ્છર ન કરડે તેવા ક્રીમનો શરીર પર લગાવવા ઉપયોગ કરો. હંમેશા મચ્છરદાનીમાં સુવાની આદત પાડો.આપના ઘરની આસપાસ પાણી ના ભરાવા દો.
દર રવિવારે સવારે ૧૦.૦૦ કલાકે માત્ર ૧૦ મિનિટ ફાળવો.આપના ઘરની અંદર તથા ઘરની આસપાસ ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખો. બિનઉપયોગી પાણી ભરાયેલું હોય તો તેનો નિકાલ કરવો.આ માહિતિ અન્ય ૧૦ વ્યકિતઓને જણાવવી.માત્ર ૧૦ મિનિટ આપને તથા આપના પરિવારને વાહકજન્ય રોગોથી બચાવશે.જે અંગેનો લોકોમાં પ્રચાર-પ્રસાર બહોળા પ્રમાણમાં કરવા તેમજ આરોગ્ય કર્મચારી ને તેની રોગ અટકાયત કામગીરીમાં સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
Recent Comments