ચોમાસાની ઋતુ દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગ ન ફેલાય તે બાબતે કાળજી લેવા જિલ્લાના નાગરિકોને અનુરોધ
ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મચ્છર કરડવાથી આવા રોગ ફેલાય છે, આથી આ રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પતિ અટકાવવી જરુરી છે. સાવચેતીના ભાગરુપે ઘરના તમામ પાણી ભરેલા પાત્રોને હવાચુસ્ત ઢાંકણ ઢાંકીને રાખવા, અઠવાડિયે એક વખત પાણી ભરેલા વાસણોને ઘસીને સાફ કરીને સુકવ્યા બાદ જ ફરીથી ભરવા, ફુલદાની, પક્ષીકુંજ, ફ્રીઝની ટ્રે, કુલરના પાણીનો દર અઠવાડિયે નિકાલ કરવો, ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવો. ટાયર, નાળિયેર કાચલી સહિતના ઉપયોગમાં ના હોય તેવા સામાનનો નિકાલ કરવો. ઘરની અગાસી પર પાણીનો ભરાવો ન થવા દેવો તથા મચ્છર દાનીનો ઉપયોગ કરવો. દિવસ દરમિયાન શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા સહિતની કાળજી લેવી. જો તાવ આવે તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા અમરેલી જિલ્લા મેલેરિયા અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments