અમરેલી

ચોમાસા માટે તંત્રને તૈયાર રહેવા તાકીદ કરતા કલેક્ટર, તાઉતેના કારણે ગ્રીન કવરને નુકસાન થયું હોવાથી મોટા પાયે વૃક્ષારોપણ કરવા આદેશ

કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ કહ્યુ કે, ચોમાસા દરમિયાન તમામ વિભાગો ખાસ કરીને વીજ પુરવઠો, માર્ગ-મકાન, પંચાયતો અને પાલિકાઓએ આગોતરી તૈયારી કરી અને તંત્રને સાબદું રાખવું. વરસાદની સ્થિતિમાં જોખમી ઈમારતોનું ખાસ ધ્યાન રાખવું. અમરેલી જિલ્લામાં ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાના કારણે હરિયાળા કવચને વિપૂલ પ્રમાણમાં નુકસાની થઈ હોવાથી તેમણે વૃક્ષારોપણ કરવા માટે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ કચેરીઓના આંતરિક પ્રશ્નો અને સમસ્યાઓના હલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

          બેઠકમાં ઉપસ્થિત રહેલા સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ વિદ્યાર્થીઓને અપ ડાઉન માટે નિયમિત બસ સુવિધા, પશુ સુધારણા સહાય, ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવા, ખાનગી કંપનીઓ દ્વારા સામજિક પ્રવૃત્તિ થાય તે જોવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેઓશ્રી દ્વારા વિવિધ તાલુકાના ગામડાંઓના માર્ગની મરમત તેમજ આર.સી.સી. રોડની માંગણીઓ અંગે રજૂઆત કરી હતી.

        સમગ્ર બેઠકનું સંચાલન અધિક કલેકટરશ્રી વાળાએ કર્યુ હતુ. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ, વન સંરક્ષકશ્રી તથા વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts