અમરેલી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા, જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના માર્ગદર્શનમાં અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સહિતની ટીમ સજ્જ છે.અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના, તા.૨૯ ઓગસ્ટ, ૨૦૨૪ને ગુરુવારના રોજ બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિએ જિલ્લામાં નોંધાયેલા વરસાદના અહેવાલ મુજબ, જિલ્લામાં આ વર્ષે ચોમાસુ ઋતુ દરમિયાન એકંદરે સારો વરસાદ નોંધાયો છે.અમરેલીના વડીયા-કુંકાવાવ તાલુકામાં સૌથી વધુ કુલ ૯૮૧ મી.મી અને બગસરા તાલુકામાં ૮૫૯ મી.મી. વરસાદ નોંધાયો છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ૩૯૯ મી.મી., બાબરા તાલુકામાં ૭૭૮ મી.મી., લાઠી તાલુકામાં ૪૭૧ મી.મી., લીલીયા તાલુકામાં ૫૦૮ મી.મી., અમરેલી તાલુકામાં ૫૧૯ મી.મી. વરસાદ નોંધાયો છેધારી તાલુકામાં ૪૫૩ મી.મી., ખાંભા તાલુકામાં ૫૭૩ મી.મી., રાજુલા તાલુકામાં ૬૩૯ મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ જાફરાબાદ તાલુકામાં ૩૯૪ મી.મી. નોંધાયો છે.હાલ જિલ્લામાં તમામ જળાશયો પાણીથી ભરાયેલ હોય આથી ડેમ સાઈટ નજીક અવરજવર ન કરવી, નદી પટ વિસ્તારમાં પણ અવરજવર ન કરવી ઉપરાંત હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે નાગરિકોને અગમચેતી રાખવા અને કોઈપણ સ્થિતિમાં જિલ્લા તેમજ તાલુકા મથકના કંટ્રોલ રુમમાં જાણ કરવા માટે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અનુરોધ છે.
ચોમાસુ ઋતુમાં અમરેલી જિલ્લામાં એકંદરે સારો વરસાદ નોંધાયો


















Recent Comments