fbpx
ભાવનગર

ચોરવડલા ગામે શિબિર વિદ્યાર્થીઓ પર્યાવરણ જાગૃતિ

ચોરવડલા ગામે શિબિરમાં ગ્રામદક્ષિણામૂર્તિ આંબલાના વિદ્યાર્થીઓ પર્યાવરણ જાગૃતિ માટે થયાં સંકલ્પબદ્ધ કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા અપાયું વક્તવ્યચોરવડલા મંગળવાર તા.૨૭-૨-૨૦૨૪શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા ચોરવડલા ગામે યોજાયેલ શિબિરમાં કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા યોજાયેલ વક્તવ્ય સાથે વિદ્યાર્થીઓ પર્યાવરણ જાગૃતિ માટે સંકલ્પબદ્ધ થયાં.

સિહોર તાલુકાના ચોરવડલા ગામે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાની શિબિર યોજાઈ છે. અહી કાર્યકર્તા અને પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા પ્રકૃતિનાં જતન અને જીવન સંબંધી વાત સંવાદ સાથે રસપ્રદ વક્તવ્ય યોજાયું. તેઓએ વિદ્યાર્થીઓ માટે કાર્યરત ‘ધરતીના છોરું’ અભિયાન વિગતો સાથે સાંપ્રત પરિસ્થિતિમાં પાણી અને નદી વગેરે પ્રદૂષણ સામે આપણી ભૂમિકા મહત્વની ગણાવી.

પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે વસેલાં ચોરવડલામાં આ શિબિરમાં સંસ્થાનાં શ્રી ગૌરાંગભાઈ વોરાએ પ્રારંભિક વાત કરી વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને પર્યાવરણ અંગે સમજ આપી. અહી વિદ્યાર્થીઓ પર્યાવરણ જાગૃતિ માટે સંકલ્પબદ્ધ થયાં.આ વક્તવ્ય દરમિયાન કુમારી ક્રિષ્ના લિંબાણીનાં સંચાલન સાથે પરિચય વિધિ કુમારી મમતા ચૌહાણ દ્વારા થઈ જ્યારે આભાર વિધિ કુમારી દયા સોલંકીએ કરી.આ શિબિર માટે સંસ્થાનાં શિક્ષક કાર્યકર્તાઓ શ્રી મૂકેશભાઈ મહેતા તથા શ્રી સુરેશભાઈ પટેલ અને સ્થાનિક આગેવાનોનું સંકલન રહ્યું છે.

Follow Me:

Related Posts