ચોરીના બે માટર સાયકલ પકડી પાડી, મોટર સાયકલ ચોરીઓના બે ગુના ડીટેકટકરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનર્પીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૦૭/૦૮/૨૦૨૩ નાં રોજ લાઠી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે લાઠી ટાઉન, ચાવંડ રોડ, રેલ્વે ફાટક પાસેથી બે બાળ કિશોરને શંકાસ્પદ બે મોટર સાયકલ સાથે પકડી પાડી, તેમના વાલીઓ રૂબરૂ મજકુર બાળ કિશોરની મોટર સાયકલ અંગે પુછ પરછ કરી, ટેકનીકલ રીતે ખરાઇ કરતા, મળી આવેલ મોટર સાયકલો લાઠી નવરંગ હોટલ તેમજ પાલીતાણા તાલુકાના મોખડકા ગામેથી ચોરી કરેલ હોવાનું જણાય આવતા, ચોરીના બન્ને મોટર સાયકલ આગળની કાર્યવાહી થવા લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
મળી આવેલ મુદ્દામાલઃ-
(૧) એક બજાજ કંપનીનું ડીસ્કવર મોટર સાયકલ જેના રજી.નં. GJ-4-BN-5230 કિ.રૂ.૧૦,૦૦૦/- (૨) એક બજાજ કંપનીનું પ્લેટીના મોટર સાયકલ જેના રજી.નં. GJ-19-AB-4013 કિ.રૂ.૨૫,૦૦૦/-
ડીટેકટ કરેલ ગુનાઓની વિગતઃ- (૧) લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૩૦૧૮૫/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ, (૨) પાલીતાણા ટાઉન પો.સ્ટે. (જિ.ભાવનગર) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૨૨૩૦૬૪૮/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા પો.હેડ કોન્સ. નિકુલસિંહ રાઠોડ, મનીષભાઇ જાની, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments