ગુજરાત

ચોરીની શંકા રાખી ત્રણ લોકોએ યુવકને ઢોર માર માર્યો હતો

પોરબંદર શહેરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને સાયકલ લઇ એસીડ અને ફીનાઇલ વહેચતા મૃતક શ્યામ કિશોર બથીયાને ચોરીની આશંકા રાખીને ઢોર માર મારતા મોત નિપજ્યુ હતુ. પોલીસ ફરીયાદ મુજબ મૃતક યુવકના પિતા અને ફરીયાદી કિશોર ગોરધન બથીયાના દીકરા મરણ જનાર શ્યામ કિશોર બથીયાએ શહેરના બોખીરા વિસ્તારમાં આવેલા વાછરા ડાડાના મંદિરની દાન પેટીની ચોરી કરેલાની શકાં રાખી હતી. ગત તા.૦૧/૦૨/૨૦૨૨ ના રોજ સાયકલ લઇ બોખીરા બાજુ એસીડ અને ફીનાઇલ વહેંચવા ગયો હતો.

ત્યાથી આરોપીઓ (૧) એભલ મેરામણ કડછા (૨) લાખા ભીમા ભોગેસરા (૩) રાજુ સવદાસ બોખીરીયા તેમજ તપાસમાં ખુલે તે આરોપીઓએ ઉઠાવીને અપહરણ કરી બોખીરા વાછરા ડાડાના મંદિર આગળના ભાગે આવેલી ઝેરોક્ષની દુકાનમાં અંદર લઇ ગયા હતા. જ્યા મૃતક યુવકને આરોપીઓએ વાછરાડાડાના મંદિરની દાન પેટીની ચોરી કરેલાની કબુલાત કરાવવા માટે લાકડીઓ તથા પ્લાસ્ટીકના પાઇપ વડે શરીરે માર મારી જીવલેણ ઇજા કરેલ હતી. માર મારતા સમયે આરોપીઓ દ્વારા સીસીટીવી કેમરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ગત તા.૦૧/૦૨/૨૦૨૩ ના રોજ મરણ જનાર શ્યામ કિશોર બથીયાને ઉદ્યોગનગર પોલીસ બોખીરા વાછરા ડાડાના મંદિરથી પુછપરછ માટે બપોરના સવા ત્રણેક વાગ્યે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ હતો. તે દરમિયાન પોલીસ દ્વારા મૃતક યુવકને પુછપરછ કરતા કોઈ સરખા જવાબ આપતો ન હોવાથી તેને પુછપરછ અર્થે લોકઅપની આગળ લોબીમાં બેસાડવામાં આવ્યો હતો.

દરમિયાન ૫ઃ૩૦ વાગ્યાના અરશામાં મૃતક યુવકને શરીરે અગાઉ થયેલી ઈજા અથવા અન્ય કોઈ કારણોસર મોત નિપજ્યુ હતુ. મૃતક યુવકને આરોપીઓ દ્વારા માર મારવામા આવ્યો હતો. તેમ છતાં ઉદ્યોગનગર પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની જગ્યાએ પોલીસ સ્ટેશન ખાતે ૨ કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, મૃતક યુવક શ્યામ બથીયા ડિસેબલ હતો. મૃતકના પિતા અને ફરીયાદી ગોરધન બથીયાએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર શ્યામ ૯૦ ટકા ડિસેબલ હતો અને તેના સર્ટીફીકેટ પણ તેમની પાસે છે.

Related Posts