અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડીટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ દ્વારા મીલકત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખેલ અને જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી , ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ . બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્રારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૯૨૨૦૪૭૩ / ૨૦૨૨ આઇ.પી.સી. ક .૪૫૭ ૩૮૦ મુજબના કામના ફરી મુકેશભાઇ વિનુભાઇ તળાવીયા ઉ.વ. ૩૮ ધંધો ગેરેઝ રહે બગસરા ગોકુળપરા ખોડીયારનગર તા . બગસરા જી . અમરેલી . વાળાએ જાહેર કરેલ કે પોતાનું ડેલ કંપનીનું કિં.રૂ. ૮૦૦૦ / – નુ કોઇ અજાણ્યો ઇસમ પોતાના ગેરેઝમાં ચોરી કરી લઇ ગયા વિ.બાબતે ગુન્હો રજી થયેલ હોય સદરહુ ગુન્હાની તપાસ દરમ્યાન ચોરીમા ગયેલ લેપટોપ જેની કિ.રૂ ૮૦૦૦ / -ના મુદામાલ સાથે આરોપી મહેશ ઉર્ફે બચી ભરતભાઇ સોલંકી ઉ.વ. ૧૯ ધંધો ડ્રાઇવીંગ રહે બગસરા જી.ઇ.બી. ઓફીસની પાસે તા . બગસરા જી . અમરેલી . ને પકડી પાડવામા સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી : ( ૧ ) મહેશ ઉર્ફે બચી ભરતભાઇ સોલંકી ઉ.વ. ૧૯ ધંધો ડ્રાઇવીંગ રહે બગસરા જી. અમરેલી.
પકડાયેલ મુદ્દામાલ : એક ડેલ કંપનીનું લેપટોપ જેની કી.રૂ. ૮૦૦૦/-
આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.વી.પ્રસાદ તથા અના.હેડ કોન્સ , એસ.બી.ખાચર , હેડ કોન્સ.હેડ કોન્સ . જયરાજસિંહ રાઠોડ પો.કો. અજયદાન ગઢવી , આલકુભાઇ વાળા , સુલતાનભાઇ પઠાણ , જયદીપભાઇ ભરવાડ તથા બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા .
Recent Comments