fbpx
ગુજરાત

ચોરેલા ૧૦ બાઈકો સાથે ૩ ઈસ્મોને પકડી પાડતી વાગડોદ પોલીસ


બાઈક ચોરી કરનારા લોકો એક વિસ્તારમાંથી બાઈક ચોરી અન્ય વિસ્તારમાં જતાં રહે છે અને ત્યાં તેને વેચી દેછે ત્યારે રાધનપુર, કલોલ અને પાટણ ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરાયેલા કુલ ૧૦ બાઈક સાથે વાગડોદ પોલીસે ૩ શખ્સોને પકડી લીધા હતા તેમની પૂછપરછ કરતા તેમણે ૧૦ બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે કુલ રૂ.૧.૭૧ લાખના ચોરીના ૧૦ બાઇક જપ્ત કર્યા હતા. ભાટસણ ચોકડી ખાતે વાગદોડ પોલીસ મથકેના પીએસઆઇ એ.એમ.ચૌધરી તેમની ટીમ સાથે વાહન ચેકિંગમાં હતા.બાતમી આધારે ચોરીના બાઈક સાથે ભાભરના કપરુપુરના કિશનજી કાહળજી ઠાકોર અને ભાભરનો અનુપજી ભરતજી ઠાકોર પકડી લીધા હતા. ત્યારબાદ મોબાઈલ પોકેટ કોપ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા પોલીસે વધુ તપાસ કરતાં તેમણે રાધનપુર કલોલ અને પાટણ તાલુકા વિસ્તારમાંથી કુલ ૧૦ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. અન ગેરેજનું કામ કરતા ભાભરના મોતીસરી ગામના મહેશભાઈ જાેઇતાભાઈ ઠાકોરનું નામ ખુલતા પોલીસે તેને પકડી લીધો હતો. તે ચોરીના બાઈક વેચવાનું કામ કરતો હોવાથી પોલીસે તેના વાડામાંથી બાઈક જપ્ત કર્યા હતા. ત્રણેય શખ્સોની ૪૧(૧) ડી મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી પૂછપરછમાં કપરુપુરના જહુભાચેહુભા રાઠોડની સંડોવણી પણ ખુલી હતી.જે પોલીસની પકડમાં આવ્યો નથી.

Follow Me:

Related Posts