ભાવનગર

ચ.મો.વિદ્યાલય હાઇસ્કૂલ, પાલિતાણામાં ભારત માતા પૂજન અને સૈનિક સન્માન કાર્યક્રમ યોજાયો

પાલિતાણાની શ્રી ચ. મો. વિદ્યાલય હાઇસ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તા. ૦૧/૦૮/૨૦૨૨ ના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશ ભક્તિના ગીતોનું ગાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ક્રાંતિવિરોની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ કાર્યક્રમમાં ભારત માતાની તેમજ સૈનિકોની આરતી ઉતારવામાં આવી હતી. સૈનિકોએ રાષ્ટ્રની સુરક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતાં. શાળાના શિક્ષકશ્રી મહાશંકરભાઈ બારૈયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શાળાના સુપરવાઈઝર પી.એન. બાબરીયાએ સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન કર્યું હતું.         સંસ્થાના સેક્રેટરીશ્રી શાંતિભાઈ મહેતાએ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યાં હતાં.

Related Posts