fbpx
રાષ્ટ્રીય

છત્તસીગઢમા હોટલના રુમમાં પુરુષ-યુવતીની લાશ લટકેલી હાલતમાં જાેવા મળતા મચી ગયો હડકંપ

છત્તસીગઢના દુર્ગથી હચમચાવી નાખે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. સ્મૃતિનગર ચોકી વિસ્તારમાં જૂનવાણી માર્ગ પર આવેલી હોટલ કૃષમાં એક કપલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. હોટલના રુમમાં વિવાહીત પુરુષ સાથે યુવતીની લાશ પંખા સાથે લટકાયેલી હાલતમાં જાેવા મળી હતી. જેને લઈને હોટલના કર્મચારીઓમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં પોલીસ આ મમાલે તપાસ કરી રહી છે. પ્રાપ્ત વિગોત અનુસાર જાેઈએ તો, અફરોજ ખાન પરણેલો હતો અને તેનું તાપસી નામની યુવતી સાથે લફરુ ચાલતું હતું. આ દરમિયાન બંને મંગળવારે શહેરની કૃષ હોટલમાં ગયા હતા અને ત્યારથી બંને રૂમમાં જ હતા. આગામી દિવસે બુધવારે સવારે મોડી વાર સુધી બંને હોટલમાંથી બહાર ન નિકળ્યા કે ન તો રૂમમાંથી બહાર નિકળ્યા.

એક કર્મચારીએ બાદમાં સંપર્ક કર્યો, દરવાજાે ખટખટાવ્યો, પણ અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. ઘણી વાર સુધી કોઈ જવાબ ન મળતા, હોટલના મેનેજર દ્વારા આ ઘટનાની સૂચના પોલીસને આપવામાં આવી હતી. હોટલના જે રૂમમાં બંનેએ સુસાઈડ કરી હતી. પોલીસ તે રુમનો દરવાજાે તોડી નાખ્યો અને જાેયું કે, એક પંખા સાથે યુવક-યુવતી બંને એક જ ફંદામાં લટકી રહ્યા હતા. જ્યાં બંનેના મોત થઈ ચુક્યા હતા. ત્યાર બાદ પોલીસે લાશને નીચે ઉતારી હતી. આ મામલાની તપાસ કરી રહેલા પોલીસ ટૂંક સમયમાં જ મૃતકોની ઓળખાણ કરી લીધી. મૃતક યુવતીનું નામ તાપસી હતું અને તે કોહકાની રહેવાસી હતી અને મૃતક યુવકનું નામ અફરોઝ હતું, જે કટુલબોર્ડનો રહેવાસી હતો. તપાસ દરમિયાન પોલીસને એક મોટી વાત જાણવા મળી કે, મૃતક યુવતીએ આ મૃતક યુવક પર રેપ કેસ નોંધાવ્યો હતો અને તેને લઈને તે જેલમાં ૫૦ દિવસ રહી આવ્યો હતો.

Follow Me:

Related Posts