છત્તીસગઢની એક અદાલતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહના મુખ્ય સચિવ અમન સિંહ વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિનો કેસ બંધ કરી દીધો છે. રાયપુર કોર્ટે ઈર્ંઉ-છઝ્રમ્નો અંતિમ અહેવાલ સ્વીકાર્યો, જે મુજબ અમન સિંહ સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ કરવામાં આવ્યો નથી. છત્તીસગઢના આર્થિક અપરાધ તપાસ બ્યુરો (ઈર્ંઉ)-એન્ટિ કરપ્શન બ્યુરો (છઝ્રમ્)ના અંતિમ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમન સિંહ અને તેની પત્ની યાસ્મીન સિંહ સામે અપ્રમાણસર સંપત્તિનો કોઈ કેસ કરી શકાય નહીં. રાજ્યમાં અગાઉની ભૂપેશ બઘેલની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે એક ઇ્ૈં કાર્યકર્તાના દાવાના આધારે ફેબ્રુઆરી ૨૦૨૦ માં આ સંદર્ભમાં હ્લૈંઇ નંબર ૦૯/૨૦૨૦ દાખલ કરી હતી.
કોર્ટના આદેશ મુજબ, રાજ્ય ઈર્ંઉ-છઝ્રમ્ એ ત્રણ વર્ષ સુધી તપાસ કરી અને સિંહ અને તેમની પત્ની સામે અપ્રમાણસર સંપત્તિના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહી. હાલની ભાજપ સરકાર સત્તામાં આવી તે પહેલા રાજ્ય ઈર્ંઉ એ ગયા વર્ષે ડિસેમ્બરમાં અંતિમ અહેવાલ દાખલ કર્યો હતો. નીચલી અદાલતે હવે અંતિમ અહેવાલ સ્વીકારી લીધો છે અને એફઆઈઆર રદ કરી છે. અમન સિંહ, ભૂતપૂર્વ ભારતીય મહેસૂલ સેવા અધિકારી, એક શક્તિશાળી અમલદાર અને છત્તીસગઢમાં રમણ સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ હતા. તેમણે નવેમ્બર ૨૦૨૨ માં સેવામાંથી રાજીનામું આપ્યું અને અદાણી જૂથમાં જાેડાયા. બિલાસપુર હાઈકોર્ટે બે વર્ષ પહેલા આ હ્લૈંઇ રદ કરી દીધી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે માર્ચ ૨૦૨૩માં આ આદેશ પર રોક લગાવી દીધી હતી.
કોર્ટે કહ્યું કે તપાસના તબક્કે હ્લૈંઇ રદ થવી જાેઈએ નહીં. સિંઘ પરિવારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન ભૂપેશ બઘેલ સરકારે તેમને અન્યાયી રીતે નિશાન બનાવવા માટે હ્લૈંઇનો ઉપયોગ કર્યો હતો. છત્તીસગઢના પૂર્વ મુખ્ય સચિવ સુનીલ કુમારે કહ્યું કે રાજકીય વિચારો માટે ઈમાનદાર અધિકારીઓને નિશાન બનાવવું નિરાશાજનક છે.
Recent Comments