fbpx
રાષ્ટ્રીય

છત્તીસગઢમાં એકતરફી પ્રેમમાં પાગલ થયો યુવક, મોબાઈલ ટાવર પર ચઢી ગયો

મોબાઈલ ટાવર પર ચડીને પોતાની કથિત સગીર પ્રેમિકાને આઈ લવ યૂ બોલવાની જીદ કરવી એક યુવકને ભારે પડી ગઈ હતી. આ માથાફરેલ આશિકને જાંજગીર-ચાંપા જિલ્લાની પામગઢ પોલીસે સગીર બાળકીના પરિવારની ફરિયાદના આધારે પોક્સો એક્ટ અંતર્ગત ધરપકડ કરી જેલમાં મોકલી દીધી હતી. આ યુવકને સગીર બાળક સાથે એકતરફી પ્રેમ હતો. તે આ બાળકી સાથે ગમે તેમ કરીને હા પડાવવા માગતો હતો. પણ તે સફળ થતો નહોતો. જે વાતને લઈને તે મોબાઈલ ટાવર પર ચડીને પ્રેશર આપવાની કોશિશ કરતો હતો. જાંજગીર ચાંપા જિલ્લાના શિવરીનારાયણ પોલીસ સ્ટેશનના કુરયારી ગામમાં રહેતા આકાશ કુમાર સાયતોડે છેલ્લા કેટલાક વર્ષોથી પામગઢના વોર્ડ નંબર- ૩માં પોતાના મામા નિખિલના ઘરે રહેતો હતો. બે દિવસ પહેલા ૨૪ નવેમ્બરે બપોરે ૧ કલાકે લગભગ આકાશ પામગઢના વોર્ડ નંબર ૩માં આવેલા એક મોબાઈલ ટાવર પર ઉપરી ચડી ગયો હતો.

મોબાઈલ ટાવર પર ચડેલો આ માથાફરેલ મજનૂ એકતરફી પ્રેમમાં પોતાની સગીર પ્રેમિકા પાસે આઈ લવ યૂ બોલાવાની જીદ કરતો હતો. આવું ન કરવા પર તે ફિલ્મ શોલેના ધર્મેન્દ્રની સ્ટાઈલમાં કુદીને જીવ આપી દેવાની જીદે ચડ્યો હતો. મોબાઈલ ટાવર પર આ યુવક ચડ્યો હોવાની જાણ થતાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તેના પર ત્યાં હાજર લોકોએ તેના મામા નિખિલ, પામગઢ પોલીસ ટીમ અને જિલ્લા પ્રશાસનની ટીમ ત્યાં પહોંચી ગઈ. તેમણે આકાશની નીચે ઉતારવા માટે ઘણી મહેનત કરી, પણ તે એક વાતની જીદે ચડ્યો હતો, કે સગીર છોકરીને બોલાવો અને તેના મોઢેથી આઈ લવ યૂ સાંભળવા માગતા હતો. આ યુવક પાંચ છ કલાક ટાવર પર ચડેલો રહ્યો અને ત્યાં જ બેસી રહ્યો હતો.

પોલીસ અને પરિવારના લોકોએ ભારે મુશ્કેલીથી તેને સમજાવીને મોબાઈલ ટાવર પરથી નીચે ઉતાર્યો હતો. ત્યાર બાદ તેને પામગઢ હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. હોસ્પિટલમાં પોલીસ ટીમ, ટીડીઓ, અને સગીરબાળકીના પરિવારને બોલાવીને વાતચીત કરી. ત્યાર બાદ છોકરીના પરિવારની ફરિયાદના આધારે આકાશ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૫૪ અંતર્ગત પોક્સો એક્ટ માં ફરિયાદ નોંધાઈ. બાદમાં તેની ધરપક઼ડ કરીને તેને જ્યૂડિશિલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.

Follow Me:

Related Posts