છત્તીસગઢ રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે હવે ૫૦ ટકા નહીં ૭૨ અનામત લાગૂ થશે
છત્તીસગઢ વિધાનસભામાં આખરે અનામત બિલ સર્વ સંમ્મતિથી શુક્રવારે પસાર થયું છે. જે અંતર્ગત અનુસૂચિત જનજાતિ માટે ૩૨ ટકા, અન્ય પછાત વર્ગમાં માટે ૨૭ ટકા, અનુસૂચિત જાતિ માટે ૧૩ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ચાર ટકા અનામતની જાેગવાઈ કરવામાં આવી છે. વિધાનસભામાં બિલ પસાર થયા બાદ હવે રાજ્યમાં કુલ અનામત ૭૬ ટકા થઈ ગયું છે. બિલ પાસ થયા બાદ સીએમ ભૂપેશ બધેલે પણ શુભકામના આપી હતી. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં અનામતનો મુદ્દો ત્યારે ઉઠ્યો, જ્યારે છત્તીસગઢ હાઈકોર્ટે ગત સપ્ટેમ્બર મહિનામાં વર્ષ ૨૦૧૨માં જાહેર રાજ્ય સરકારના સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતને ૫૮ ટકા સુધી વધારવા માટેના આદેશના ફગાવી દીધો હતો.
સાથે જ કહ્યું કે, ૫૦ ટકાની મર્યાદાથી વધારે અનામત અસંવૈધાનિક છે. આ ર્નિણય બાદ રાજ્યમાં જનજાતિયો માટે અનામત ૩૨ ટકાથી ઘટીને ૨૦ ટકા થઈ ગયું હતું. રાજ્યમાં લગભગ ૩૨ ટકા જનસંખ્યા જનજાતિઓની છે. આપને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા એટલે કે, ડિસેમ્બરે આ સત્રમાં રાજ્ય સરકાર અનામત સંબંધિત બે બિલ રજૂ કર્યા હતા. આ સત્રમાં બિલમાં અનુસૂચિત જનજાતિ માટે ૩૨ ટકા, અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે ૨૭ ટકા, અનુસૂચિત જાતિ (એસસી) માટે ૧૩ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ચાર ટકા અનામતની જાેગવાઈ કરવામાં આવી હતી.
Recent Comments