fbpx
અમરેલી

છભાડીયા ધારાસભ્ય ઠુંમર ની અધ્યક્ષતા માં તાલુકા સ્તર ની આદર્શ પશુપાલન શિબિર યોજાય પશુપાલક નિયામક ડો જી આર સોની નું પશુપાલન અંગે આદર્શ માગદર્શન

દામનગર ના છભાડિયા ગામે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની અધ્યક્ષતા માં તાલુકા સ્તર ની આદર્શ પશુપાલન શિબિર યોજાય ધારાસભ્ય ઠુંમર સહિત ના અધિકારી ગણો એ દીપ પ્રાગટય કરી શિબિર નો પ્રારંભ કર્યો હતો ગુજરાત સરકાર ના પશુપાલન પ્રભાગ પ્રેરિત અમરેલી જિલ્લા પંચાયત પશુપાલન નિયામક આયોજિત આ શિબિર માં  પશુપાલન નિયામક શ્રી ડો જી આર સોની સાહેબ ના માર્ગદર્શન હેઠળ મદદનિશ પશુપાલન નિયામક શ્રી ડો એસ યુ દેસાઈ  ડો પી જી તરકેસા ડો એન કે સાવલિયા ની ઉપસ્થિતિ માં પશુ ચિકિત્સક  ડો શ્રી જે ડી મકવાણા ડો જી એસ ગોસ્વામી ડો એસ જી માલવીયા ડો પડીયા ડો અપારનાથી ડો મકવાણા કે પી બાલધા સહિત સ્થાનિક તાલુકા પંચાયત ના પદા અધિકારી પરમાર સદસ્ય સોનલબેન કાકડીયા બાબુભાઈ ખુમાણ મધુભાઈ નવાપરા મનજીભાઈ વિરાણી સરપંચ ચાવડા મનસુખભાઈ ઢોલા રાજુભાઇ ઢોલા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો ના અગ્રણી ઓ સરપંચ શ્રી ઓ સહિત ત્રણસો થી વધુ પશુપાલકો અને ખેડૂત પરિવાર ની મહિલા ની વિશાળ ઉપસ્થિતિ માં નફાકારક પશુપાલન પશુસંવર્ધન દૂધ ધી સત્વશીલ ઉત્પાદન સ્વચ્છતા વધત્વ નિવારણ કૃત્રિમ બીજદાન ગીર ગાય સહિત ના મુદા ઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા નિષ્ણાંત પશુપાલન નિયામક શ્રી સોની સાહેબ દેસાઈ સાહેબ સહિત પશુચિકિત્સકો એ પશુપાલકો ને પશુપાલન ના વ્યવસાય થી આર્થિક ઉન્નતિ ના ઉપાયો અને પશુપાલન વિભાગ ની સહાયકારી યોજના ઉત્તમ ઓલાદ રોગપ્રતિકારક શક્તિ રસીકરણ પ્રોસ્ટિક આહાર રહેઠાણ સહિત ની બાબતો થી સર્વ ને અવગત કર્યા હતા

Follow Me:

Related Posts