ગુજરાત

છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાંવરસ્યો વરસાદ; દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 16થી વધુ જિલ્લામાં એલર્ટ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મેઘાની રમઝટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 148 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 4 સપ્ટેમ્બર સુધી ભારેથીઅતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે રાત્રે 10 વાગ્યા સુધી દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. 

હવામાન વિભાગ મુજબ, આજે (શનિવાર 30 ઓગસ્ટ)ના રોજ 16 જિલ્લામાં યલોએલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આગામી 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલોએલર્ટ જાહેર કર્યુ છે. 

છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં7.48 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે સાબરકાંઠાનાઈડરમાં5.59 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ અરવલ્લીનામેઘરજમાં4.45 વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગાંધીનગરનાદહેગામમાં3.82 ઈંચ વરસાદ ખાબક્યો છે.

3 સપ્ટેમ્બરના રોજ મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જએલર્ટ અને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને યલોએલર્ટ જાહેર કર્યુ છે. 

જ્યારે 4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથીઅતિભારે વરસાદની આગાહી છે. જેમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જએલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટાઉદેપુર જિલ્લામાં યલોએલર્ટ જાહેર કર્યુ છે. 

રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે. ડોલવણ બાદ પંચમહાલનાશહેરામાં4.25 ઇંચ, તાપીનાવાલોડમાં3.94 ઇંચ, અને સુરતના ઉમરપાડામાં3.19 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, ખેડાના નડિયાદ અને આણંદનાઉમરેઠમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોને રાહત મળી છે.સુરતનામાંડવીમાં2.87 ઇંચ, વલસાડનાઉમરગામમાં2.48 ઇંચ, આણંદમાં2.28 ઇંચ,સુરતના બારડોલીમાં2.28 ઇંચ, સુરત મહુવામાં2 ઇંચ, નવસારીનાચીખલીમાં1.85 ઇંચ અને નવસારીનાગણદેવીમાં1.77 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગ અનુસાર,દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે42થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.જેના પગલે માછીમારોને2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Related Posts