છસ્કેમ્પસના પાર્કમાં રખડતા કૂતરાઓના ટોળાએ વૃદ્ધ પર હુમલો કરી મારી નાખ્યો, પોલીસે CCTV ફૂટેજની તપાસ કરી

રવિવારે સવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (છસ્ેં) કેમ્પસના પાર્કમાં રખડતા કૂતરાઓના ટોળાએ ફરવા ગયેલા એક વૃદ્ધ પર હુમલો કરી મારી નાખ્યો હતો. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિસ્તારના ઝ્રઝ્ર્ફ ફૂટેજની તપાસ કરી, જેમાં જાેઈ શકાય છે કે, કૂતરાઓના ટોળાએ માણસ પર હુમલો કર્યો હતો, તે વ્યક્તિને પાર્કમાં ખેંચી ગયો હતો, ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, સવારે લગભગ ૭.૩૦ વાગ્યે, છસ્ેં કેમ્પસની નજીકના વિસ્તારમાં રહેતા સફદર અલી સર સૈયદ મ્યુઝિયમના બગીચામાં એકલા ફરતા હતા ત્યારે અચાનક કૂતરાઓના ટોળાએ તેમને ઘેરી લીધા હતા.
આ દરમિયાન કૂતરાઓએ તેના પર ખરાબ હુમલો કર્યો, અને તેને જમીન પર પછાડી દીધો. અલીએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ કૂતરાઓના ટોળાએ તેને ઘાયલ કરી દીધો અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. પોલીસ અધિક્ષક (શહેર) કુલદીપ સિંહ ગુણવતે પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસની એક ટીમ માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં પીડિતાનું મોત થઈ ગયું હતું. તેમણે કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. કૂતરાના હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. તમામ પ્રયાસો છતાં યુનિવર્સિટીના કોઈ અધિકારીએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી ન હતી.
Recent Comments