ગુજરાત

છાલા ગામમાં રહેતી સગીરાને કાનપુરનાં એક છોકરાએ મારી નર્મદા કેનાલમા ફેકી

ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા પંથકમાં છાલા ગામમાં રહેતી સગીરા ગત ગુરુવારે લાપતા થયા બાદ અજાણ્યા યુવાન સામે અપહરણનો ગુનો ચિલોડા પોલીસ મથકમાં દાખલ થયો હતો ત્યારે કાનપુરના યુવાન અને આ સગીરાના મૃતદેહ કલોલની જાસપુર નર્મદા કેનાલમાંથી મળી આવ્યા છે. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે છાલા ગામમાં રહેતી ૧૫ વર્ષીય સગીરા ગત ગુરુવારે બપોરના સમયે લાપત્તા થઈ હતી. જેના કારણે પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૃ કરવામાં આવી હતી પરંતુ આ સગીરાનો ક્યાંય જ પતો લાગ્યો ન હતો.

જેના પગલે ચિલોડા પોલીસ મથકમાં અજાણ્યા યુવાન સામે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ આ સગીરા અને યુવાનને શોધી રહી હતી દરમિયાનમાં કલોલ પાસેથી પસાર થતી જાસપુર નર્મદા કેનાલમાંથી એક સગીરા અને યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તે છાલા ગામની સગીરા અને કાનપુર ગામના યુવાનનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. બંને વચ્ચે પ્રેમ ઉપકરણને લઈ અલગ અલગ જ્ઞાાતિના હોવાથી પરિવારજનો તેમના આ સંબંધને નહીં સ્વીકારે તેમ માનીને અંતિમ પગલું ભરી લીધું હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો આ મામલે ચિલોડા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને મૃતકના પરિવારજનોના નિવેદન પણ આ સંબંધે લેવામાં આવશે.

Related Posts