છાવલા ગેંગરેપ મર્ડર કેસ મામલે સુપ્રીમ કોર્ટે દોષિતોને નિર્દોષ છોડવા બદલ દાખલ કરેલી સમીક્ષા અરજીને ફગાવી
ચાવલા ગેંગરેપ મર્ડર કેસમાં દિલ્હી પોલીસને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ મામલામાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીઓ ફગાવી દીધી છે. પીડિતાના પરિવાર અને દિલ્હી પોલીસે મૃત્યુદંડની સજા પામેલા ત્રણ દોષિતોને મુક્ત કરવાના ર્નિણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી. અરજી પર કોર્ટે કહ્યું કે, તેમને આ ર્નિણયમાં કોઈ ખામી દેખાતી નથી. તેથી પુનઃવિચારણા માટે કોઈ વ્યાજબી નથી. દિલ્હીના ચાવલા વિસ્તારમાં એક બાળકી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેની ક્રૂર હત્યા કરવામાં આવી.
ગયા વર્ષે ૭ નવેમ્બરના રોજ આપેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોલીસની તપાસ અને ટ્રાયલ પર સવાલ ઉઠાવતા ગુનેગારોને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પહેલા આ દોષિતોને નીચલી કોર્ટથી લઈને દિલ્હી હાઈકોર્ટમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. દિલ્હી પોલીસ અને પીડિતાના પરિવારે નિર્દોષ છૂટના ર્નિણય પર પુનર્વિચારની માંગ કરતી અરજી દાખલ કરી હતી. આને નકારી કાઢતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ઉપલબ્ધ રેકોર્ડ જાેતા અમને અમારા ર્નિણયમાં કોઈ ખામી દેખાતી નથી. તેથી, પુનઃવિચારણાની માંગ કરતી અરજીઓ બરતરફ કરવામાં આવે છે.
આ મામલામાં નીચલી કોર્ટથી લઈને દિલ્હી હાઈકોર્ટ સુધી દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ૭ નવેમ્બર, ૨૦૨૨ના રોજ આપેલા તેના ચુકાદામાં પોલીસ તપાસ અને ટ્રાયલ પર સવાલ ઉઠાવતા ત્રણેય દોષિતોને નિર્દોષ જાહેર કર્યા હતા. પુનર્વિચાર અરજીઓ પર, ન્યાયાધીશ પહેલા બંધ ચેમ્બરમાં કેસની ફાઇલની તપાસ કરે છે, અને નક્કી કરે છે કે, શું આ મામલાની સુનાવણી ખુલ્લી અદાલતમાં કરવાની જરૂર છે કે, નહીં. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ બેલા ત્રિવેદીએ તેમના આદેશમાં કહ્યું કે ચુકાદો અને ઉપલબ્ધ રેકોર્ડ જાેતા અમને અમારા પહેલા ર્નિણયમાં કોઈ કાનૂની ખામી દેખાતી નથી. તેથી, પુનઃવિચારણાની માંગ કરતી અરજીઓ બરતરફ કરવામાં આવે છે.
Recent Comments