fbpx
રાષ્ટ્રીય

છીંક આવતાં જ થયું એવું કે ત્રણ સર્જરી કરાવ્યા બાદ આ વ્યક્તિનો બચ્યો જીવ!…

જાે તમે પણ છીંક રોકવાની કોશિશ કરો છો તો સાવચેત રહો. આ જીવલેણ સાબિત થઈ શકે છે. તમે બહેરા થઈ શકો છો અને મગજની ચેતા પણ ફૂટી શકે છે. આવું એક અમેરિકન વ્યક્તિ સાથે થયું. તેને વારંવાર છીંક આવતી હતી. તેનાથી પરેશાન થઈને તેણે છીંક રોકવાનો પ્રયાસ કર્યો. પછી અચાનક એટલી જાેરદાર છીંક આવી કે મગજની ચેતા ફાટી ગઈ. મગજમાં લોહી વહેવા લાગ્યું. હવે બચવું અશક્ય લાગતું હતું. આ વ્યક્તિની ત્રણ સર્જરી કરવી પડી, ત્યારે જ તેનો જીવ બચી ગયો. અલાબામા શહેરના રહેવાસી ૨૬ વર્ષીય સેમ મેસિનાએ જણાવ્યું કે તે બેડ પર સૂતો હતો. વારંવાર છીંક આવતી હતી. ઘણી વખત તેણે છીંક રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અચાનક મને ખૂબ જ ઝડપથી છીંક આવી અને મગજની નસોમાં વિસ્ફોટ થયો અને ધમનીઓ ફાટી ગઈ. વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે માથામાંથી લોહી નીકળવા લાગ્યું. નસકોરામાંથી લોહી વહેવા લાગ્યું. મને પણ આંચકો આવ્યો અને બેભાન થઈ ગયો. તે સમયે મારે મરી જવું જાેઈતું હતું પણ ભગવાનનો આભાર કે હું બચી ગયો. મેસિનાએ જણાવ્યું કે બેહોશ થતા પહેલાં તેણે તેની માતાને ફોન કર્યો. મારી ગર્લફ્રેન્ડને કહ્યું, જે મને હોસ્પિટલ લઈ ગઈ. જ્યારે ડોક્ટરોએ જાેયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

મારા મગજમાંથી લોહી નીકળતું હતું. તે હોસ્પિટલમાં આવી સારવારની કોઈ સુવિધા ન હોવાથી ઈમરજન્સીમાં તેને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. અઠવાડિયામાં ત્રણ વખત સર્જરી કરવામાં આવી. ૨૭ ટાંકા લીધા. હોસ્પિટલના ૈંઝ્રેંમાં એક મહિનો વિતાવ્યા બાદ તબિયત સુધરી હતી. હમણાં પણ તબિયતમાં ખાસ સુધારો થયો નથી. ક્યારેક ચક્કર આવે છે. તબીબોના મતે આ વ્યક્તિનો જન્મ આર્ટેરીયોવેનસ માલફોર્મેશન (છફસ્) નામની ખામી સાથે થયો હતો. મોટાભાગના લોકોને આ સમસ્યા હોય છે. તેને એન્યુરિઝમલ ખોડખાંપણ પણ કહેવામાં આવે છે. જ્યારે મગજમાં ધમનીઓ અને નસોને જાેડતી રક્તવાહિનીઓ એકબીજામાં ફસાઈ જાય છે, એટલે કે, તેમનામાં અસામાન્ય જાેડાણ રચાય છે ત્યારે રક્ત ગંઠાઈ જાય છે. તીક્ષ્ણ છીંકને કારણે આ ગાંઠમાં વિસ્ફોટ થયો અને ધમનીઓ ફૂટી. આ એક જીવલેણ સ્થિતિ છે. એટલે કે મૃત્યુ થઈ શકે છે.

Follow Me:

Related Posts