અમરેલી

છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૦૧૨૩૮/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ , ૪૧૯ , ૧૨૦ ( બી ) , ૧૧૪ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૩ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , તેમજ મજકુર આરોપીનું નામ . કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય , ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે સુરત મુકામેથી મજકુર લીસ્ટેડ આરોપીને પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે

પકડાયેલ આરોપીની વિગતઃ સુરેશભાઇ વાલજીભાઇ ઇટાળીયા ઉર્ફ ઘનશ્યામ પટેલ , ઉં.વ .૪૨ , ધંધો.વેપાર , રહે.મુળ ગામ ભાભણ , રામજી મંદિરની સામે , તા.જી.બોટાદ , હાલ સુરત , અમરોલી , છાપરા ભાઠા રોડ , રાધીકા ફ્લેટ ૪૦૧ , તા .જિ.સુરત

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવીદભાઇ ચૌહાણ , તથા પો.કોન્સ . નિકુલસિંહ રાઠોડ , રાહુલભાઇ ઢાપા , તુષારભાઇ પાંચાણી , શોકભાઇ દ્વારા કરવામાં આવેલ છે .

Related Posts