fbpx
અમરેલી

છેતરપીંડી અને બનાવટી લાઈસન્સના ગુનામાં નાસતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી તથા શ્રી કે.જે.ચૌધરી , ઇન્ચા.પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં ગુનાના કામે પોતાની ધરપકડ ટાળવા નાસતા – ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.

જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૦૯૪ / ૦૨૨ IPC કલમ ૪૦૬,૪૬૫,૪૬૮,૪૭૧ મુજબના ગુનાના છેલ્લા સાતેક માસથી નાસતો – ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

ગુનાની ટુંક વિગત : આ કામે મજકુર આરોપી કોઇ કાયદેસરનું ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતા ન હોવા છતા , ઓનલાઇન ડ્રાઇવીંગ લાઇસન્સ , ઓનલાઇન ફેસલેસ સેવા માધ્યમથી બેકલોગ ( ઓફલાઇન ડેટાને ઓનલાઇન કરવા ) કોઇ પણ રીતે પોતે અથવા બીજા કોઇ વ્યકિતના માધ્યમથી પોતે ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતા નહી હોવા છતા પોતાનું બનાવટી લાઇસન્સ બનાવી અગર તો પોતાની અરજીમાં ખોટા ડ્રાઇવીંગ લાઇસન્સના નંબરો નાંખી , શ્રીસરકારને ઠગવાના ઇરાદે , ખોટા ડ્રાઇવીંગ લાઇસન્સ ઓનલાઇન ફેસલેસ ફેસેલીટી અંતર્ગત પરીવહન વેબસાઇટના સારથી પોર્ટલ ઉપર અપ્રમાણિક રીતે , પોતાના નામનું બનાવટી ડ્રાઇવીંગ લાઇસન્સ જે પ્રથમ દ્રષ્ટીએ ખરા હોય તેવા બનાવી , બનાવટી રેકર્ડને અપલોડ કરી , ખરા તરીકે ઉપયોગ કરી , સરકારશ્રી સાથે અપ્રમાણિક અને કપટપૂર્વક ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય .

ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : ( ૧ ) માનવભાઇ સ / ઓ ભાવેશભાઇ લાલજીભાઇ સોળીયા ઉ.વ .૨૨ ધંધો.ઓનલાઇન કામગીરી રહે , અમરેલી હનુમાનપરા , શેરી નં .૦૬ જી.આઇ.ડી.સી. સામે તા.જી.અમરેલી આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અમરેલી , શ્રી કે.જે.ચૌધરી , સાહેબનાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી. વી.સાંખટ ઇન્ચા.પો.સબ.ઇન્સ . તથા ( ૧ ) હરેશસિંહ દાનસિંહ પરમર એ.એસ.આઇ. ( ૨ ) હરેશભાઇ સીદીભાઇ વાણીયા હેડ કોન્સ . ( ૩ ) જનકભાઇ ચાંપરાજભાઇ કુવાડીયા પો.કો. ( ૪ ) વરજાંગભાઇ રામાઆતા મુળીયાસીયા પો.કો. ( ૫ ) અતુલભાઇ કાળુભાઇ માટીયા પો.કોન્સ . દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts