છેલ્લાં ૨૪ કલાક ૧.૨૦ લાખ કેસ અને ૩૩૮૦ લોકોના મોત. ૫૮ દિવસ બાદ દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા
કોરોનાની વિરુદ્ધ ભારત જીત તરફ વધતો જણાઈ રહ્યુ છે. દેશમાં જૂન મહિનો હવે રાહત આપી રહ્યો છે. કેમ કે લગભગ ૨ મહિના બાદ કોરોનાના નવા મામલામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ભારતમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૧.૨૦ કેસ આવ્યા છે. જે ગત ૫૮ દિવસમાં સૌથી ઓછા છે. આ રીતે સતત ૯માં દિવસે રોજ મળનારા નવા મામલામાં ૨ લાખથી ઓછા રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ ગત ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૮૦ હજાર ૭૪૦નો ઘટાડો નોંધાયો છે. સાથે આ દરમિયાન ૧, ૯૭, ૮૯૪ લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. આ રીતે ગત વર્ષ ૨૩ દિવસોમાં સતત નવા દર્દીની સંખ્યામાં સાજા થનારાની સંખ્યા વધારે છે. દેશમાં કુલ ૨.૬૭ કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે.
ત્યારે મોતની વાત કરીએ તો આ મોર્ચા પર ચિંતા યથાવત છે. દેશમાં ગત ૨૪ કલાકમાં ૩૩૮૦ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ રીતે દેશમાં કોરોનાથી મરનારાની સંખ્યા ૩, ૪૪, ૦૮૨ થઈ ગઈ છે. એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે તે ઘટીને ૧૫, ૫૫, ૨૪૮ આવ્યો છે.
દેશમાં ગત વર્ષ ૭ ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ અને ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બરે ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખને પાર થઈ ગયા હતા. દેશમાં ૧૯ ડિસેમ્બરે આ મામલા ૧ કરોડને પાર અને ૪ મેએ ૨ કરોડને પાર થઈ ગયા હતા.
રિપોર્ટ અનુસાર, ભારતે હજી સુધી તેની વસ્તીના માત્ર ૩.૧૨ ટકા લોકોને રસીના બંને ડોઝ આપ્યા છે. આ વૈશ્વિક સરેરાશના ૫.૪૮ ટકા કરતા ઘણા ઓછા છે. અહેવાલ મુજબ, એપ્રિલ મે મહિના દરમિયાન કોરોનાની બીજી લહેરમાં પીક આવ્યા પછી રસીકરણની ગતિ મે મહિનાથી ધીમી પડી ગઈ છે. અહેવાલ મુજબ ૩૧ મે સુધી વિશ્વભરમાં ૨ અબજ લોકોને રસી આપવામાં આવી છે. આમાંથી ભારતમાં માત્ર ૨૦૦ કરોડ લોકોને રસી મળી છે.
એક તરફ ધીમી ગતીએ રસીકરણ અને બીજી તરફ કોરોના કેસ ઘટાતા મળતી છૂટછાટમાં લોકોની ભીડ પૂર્વવત રસ્તાઓ પર વધી રહી છે. જેને લઈને કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે જાે કોરોનાને લઈને શિથલ નીતિઓ રાખાવામાં આવશે તો સ્થિતિ ફરી વણસી શકે છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે આપણે કોરોનાની બીજી લહેરમાં સાથે મળીને ખૂબ જ સારી લડત આપી છે. નીતી આયોગના સભ્ય ડો.વી.કે. પોલે કહ્યું કે જાે આપણી શિસ્ત, કન્ટેન્ટ ઝોન બનાવવાનાં પગલાં અને રસીકરણની ગતિમાં ઘટાડો થયો તો પરિસ્થિતિ ફરી વણસી શકે છે.
Recent Comments