છેલ્લા એક વર્ષથી અમરેલી જીલ્લાના લીલીયા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લીલીયા પોલીસ
મ્હે.પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સ્પેશ્યલ ઝુંબેશ રાખેલ હોય જે સબબ અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી, અમરેલી વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ લીલીયા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી ડી.સી.સાકરીયા સાહેબ તથા સર્વેલન્સ ટીમના A.S.I એમ.ડી.સરવૈયા તથા તેમની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લાના લીલીયા પો.સ્ટે. પાર્ટ(સી) ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૧૦૪૮૩/૨૦૨૧ ગુજરાત પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(ઇ), ૧૧૬(બી) ૮૧ મુજબ ગુન્હા ના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને લીલીયા પો.સ્ટે. વિસ્તારમાંથી પકડી પાડેલ છે..-
પકડાયેલ આરોપી
યુવરાજભાઇ કનુભાઇ વાળા ઉ.વ.૨૭ ધંધો-ખેતી રહે.ચલાલા, દેવકરણ સોસાયટી, તા.ધારી, જી.અમરેલી વાળાઓ મળી આવતા ગઇ તા.૨૭/૦૪/૨૦૨૨ના કલાક ૧૯/૩૦ વાગ્યે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ:-
મજકુર આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો હોય જેની વિરૂધ્ધ નીચે મુજબના ગુન્હા રજી. થયેલ છે. (૧)અમરેલી તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૫૨/૨૦૧૮ પ્રોહી.કલમ ૬૬(૧)બી.,૬૫ ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) મુજબ (૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૦૨૯/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૦૪, ૩૦૮ વિ.મુજબ(૩) લીલીયા પો.સ્ટે. પાર્ટ(સી) ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૧૦૪૮૩/૨૦૨૧ ગુજરાત પ્રોહિબીશન એક્ટ ક.૬૫(ઇ), ૧૧૬(બી) ૮૧ મુજબ
આમ, શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના તેમજ જે.પી.-ભંડારી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ લીલીયા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી ડી.સી.સાકરીયા સાહેબ તથા સર્વેલન્સ ટીમના A.S.I. એમ.ડી.સરવૈયા તથા તેમની ટીમ દ્વારા લીલીયા પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ છે.
Recent Comments