અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના તા.૨૯ ઓગસ્ટ, ૨૦૨૪ને ગુરુવારના સવારે ૧૦ વાગ્યાની સ્થિતિ રજૂ કરતા વિગતવાર અહેવાલમાં, જિલ્લાની ૧૦ યોજનાઓ – ડેમમાં પાણીની વિગતો છે. જિલ્લાના ખોડિયાર, ઠેબી, ધાતરવડી-૧ અને ધાતરવડી-૨, રાયડી, વડીયા, વડી, શેલ-દેદુમલ, મુંજિયાસર, સૂરજવડી સહિત ૧૦ યોજના-ડેમની સ્થિતિ સલામત છે. છેલ્લા બે કલાકમાં પાણીની આવક વડીમાં ૦.૦૧ એમ.ક્યુમ અને અન્ય ડેમમાં શૂન્ય છે.ખોડિયાર અને વડીયા યોજનામાં આજે પાણીની ટકાવારી ૧૦૦ ટકા છે. ધાતરવડી-૧, મુંજિયાસર અને સૂરજવડી યોજનામાં દરવાજા નથી. રાયડી, વડીઅને શેલ-દેદુમલ યોજનામાં દરવાજા બંધ છે. ડેમમાં આજની સ્થિતિ, ખોડિયાર- બે દરવાજા ૦.૩૦૫ મીટર, ઠેબી – એક દરવાજો ૦.૧૫ મીટર, વડીયા-૧ દરવાજો-૦.૧૫ મીટર છે, તેમ અમરેલી જળસિંચન વિભાગના, અમરેલી ફ્લડસેલ વાયરલેસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
છેલ્લા બે કલાકમાં પાણીની આવક વડીમાં ૦.૦૧ એમ.ક્યુમ અને અન્ય ડેમમાં શૂન્ય છે


















Recent Comments