ભારતીયોમાં વિદેશ જવાનો મોહ વધી રહ્યો છે. તેમાં પણ ગુજરાતીઓને વિદેશી બનવાનો રંગ વધુ લાગી રહ્યો છે. આ અમે નહિ, આંકડા કહે છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતમાંથી ૨૨ હજાર લોકોએ ભારતીય નાગરિકત્વ જતુ કર્યું છે. વર્ષ ૨૦૧૩થી ૨૦૨૨માં ગુજરાતમાંથી ૨૨ હજારથી વધુ લોકોએ ભારતીય પાસપોર્ટ સરંડર કર્યો છે. વર્ષ ૨૦૨૨માં સમગ્ર દેશમાંથી ૨.૨૫ લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ જતું કર્યું હતું.
છેલ્લા ૧૦ વર્ષમાં વિદેશ જવાનું ચલણ અચાનક વધી ગયું છે. ગુજરાત પણ તેમાં બાકાત નથી. પાસપોર્ટ સરેન્ડર કરવામાં દિલ્હી વાસીઓ સૌથી આગળ છે. જ્યારે પંજાબ બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. ભારતીય નાગરિકત્વ જતુ કરવામાં ગુજરાતીઓ પણ રસ લઈ રહ્યાં છે. આ પ્રમાણમાં હવે વધારો થઈ રહ્યો છે. હવે એ દેશોની વાત કરીએ જ્યાંની નાગરિકતા ભારતીયોએ મેળવી છે. ૨૦૧૮ થી ૨૦૨૨ દરમિયાન ભારતીયોએ અણેરિકા, કેનેડા, યુનાઈટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું નાગરિકત્વ મેળવ્યું છે.
આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, જર્મનીની નાગરિકતા લેવામાં પણ ભારતીયોનો રસ વધી રહ્યો છે. છેલ્લાં પાચ વર્ષમા કેટલા ભારતીયોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું તેના આંકડા પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૮ માં ૧.૩૪ લાખ લોકો, વર્ષ ૨૦૧૯ માં ૧.૪૪ લાખ લોકો, વર્ષ ૨૦૨૦ માં ૮૫,૨૨૬ લોકોએ, વર્ષ ૨૦૨૧ માં ૧.૬૩ લાખ લોકો અને વર્ષ ૨૦૨૨ માં ૨.૨૫ લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે.
કેટલા ભારતીયોએ નાગરિકત્વ જતું કર્યું?
૧૩૦૪૪ લોકોએ અમેરિકાનું નાગરિકત્વ લીધું
૭૪૭૨ લોકોએ કેનેડાનું નાગરિકત્વ લીધું
૧૭૧૧ લોકોએ યુનાઈડેટ કિંગડમનું નાગરિકત્વ લીધું
૧૬૮૬ લોકોએ ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ લીધું
Recent Comments