છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવ કેસ ઘટ્યાઃ મૃત્યુઆંક ચિંતાજનક
વધુ એક દિવસ ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસ ૩ લાખની અંદર નોંધાયા છે, ભારતમાં ગુરુવારે કોરોના વાયરસના વધુ ૨,૫૯,૫૯૧ કેસ નોંધાયા છે. જાેકે, મૃત્યુઆંક ફરી એકવાર ૪,૦૦૦ને પાર ગયો છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૪,૨૦૯ દર્દીઓએ કોરોના સામે દમ તોડ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા પ્રમાણે ભારતમાં ૨૪ કલાકમાં ૩,૫૭,૨૯૫ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને ૨,૬૦,૩૧,૯૯૧ થઈ ગયો છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૩૦,૨૭,૯૨૫ થઈ ગઈ છે.
૨૪ કલાકમાં ૪૦૦૦થી વધુ દર્દીઓનું કોરોનાથી મોત થતા કુલ મૃત્યુઆંક વધીને ૨,૯૧,૩૩૧ થઈ ગયો છે. જ્યારે ૩,૫૭,૨૯૫ દર્દીઓ સાજા થવાથી ભારતમાં કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૨૭,૧૨,૭૩૫ થઈ ગઈ છે.
ગુરુવારે નોંધાયેલા આંકડા પ્રમાણે ભારતમાં એક દિવસમાં ૩,૮૭૩ દર્દીઓના કોરોનાથી મોત થયા હતા, જેની સામે આજના આંકડા પ્રમાણે ૩૦૦થી વધુ મૃત્યુઆંક વધ્યા છે.
આઇસીએમઆર મુજબ દેશમાં ૨૦ મે સુધીમાં ૩૨,૪૪,૧૭,૮૭૦ કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી ગુરુવારે ૨૦,૬૧,૬૮૩ સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.
૧૬ જાન્યુઆરીએ ભારતમાં કોરોનાની રસીનું અભિયાન શરુ થયું હતું, જેમાં અત્યાર સુધીમાં દેશમાં ૧૯,૧૮,૭૯,૫૦૩ ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૩ એપ્રિલના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી.
Recent Comments