છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત સહિત ત્રણ રાજ્યોમા કોરોનાથી એક પણ મોત નહીં
દેશમાં કોરોનાની બીજી લહેરનુ જાેર ઓછુ થયુ છે પણ રોજે રોજ કોરોનાના નવા કેસમાં વધારો ઘટાડો જાેવા મળી રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૩૫૭૮૮ કેસ સામે આવ્યા છે અને ૫૧૧ લોકોના મોત થયા છે.જાેકે રાહતની વાત એ છે કે, દેશના ત્રણ મોટા રાજ્યો મધ્યપ્રદેશ , છત્તીસગઢ અને ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક પણ મોત નોંધાયુ નથી.
અલગ અલગ રાજ્યો દ્વારા હવે કોરોનાને લઈને લાગુ કરાયેલા પ્રતિબંધોમાં પણ ઢીલ આપવામાં આવી રહી છે.પશ્ચિમ બંગાળ સરકારે એલાન કર્યુ છે કે, રાજ્યમાં ૫૦ ટકા ગ્રામ્ય વસતીને કોરોનાની રસી લાગ્યા બાદ લોકલ ટ્રેન સેવા શરુ કરવામાં આવશે.યુપીમાં ધો.૮ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાની તૈયારીઓ કરવમાં આવી રહી છે.તેલંગાણા સરકારે જાહેર કર્યુ છે કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખતમ થઈ છે.ઈન્ડિયન કાઉન્સિલર ફોર મેડિકલ રિસર્ચનુ કહેવુ છે કે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કોરોના ટેસ્ટનો આંકડો ૫૦ કરોડને પાર કરી ગયો છે.આ પૈકીના છેલ્લા ૧૦ કરોડ ટેસ્ટ તો માત્ર ૫૫ દિવસમાં થયા છે.
Recent Comments