રાષ્ટ્રીય

છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના ૫૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા, ૧૨ લોકોના થયા મોત

ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે. આજે પણ એક જ દિવસમાં ૫ હજારથી વધુ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૫,૮૮૦ નવા કોવિડ કેસ નોંધાયા છે. આને ઉમેરવાથી, દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા વધીને ૩૫,૧૯૯ થઈ ગઈ છે. આ સિવાય છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે ૧૨ લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં થયા છે. આ વાયરસને કારણે દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં ૪-૪ અને રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતમાં ૧-૧ મૃત્યુ થયા છે.

ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ કુલ કેસના ૦.૦૮ ટકા છે. આ સિવાય રિકવરી રેટ ૯૮.૭૩ ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૪૮૧ દર્દીઓ કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા ૪,૪૧,૯૬,૩૧૮ પર પહોંચી ગઈ છે. કોરોના વાયરસનો ડેઇલી પોઝિટિવિટી રેટ વધીને ૬.૯૧ ટકા થઈ ગયો છે. તે જ સમયે, વીકલી પોઝિટિવિટી રેટ ૩.૬૭ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૫,૦૭૬ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૫૮૮૦ લોકો સંક્રમિત જાેવા મળ્યા છે.

Related Posts